Mumbai
મલાયકા અરોરોએ મુંબઇના અંધેરીના વર્સોવા એરિયાનો એપાર્ટમેન્ટ 5.30 કરોડમાં વેંચ્યો
By GS TEAM
6 Sep 20251 min read

2018 માં તેણેઆ ફ્લેટ ૩.૨૬ કરોડમાં ખરીદ્યો હતો
મુંબઇ - બોલીવૂડ સેલિબ્રિટીઓ હાલ જમીન તેમજ એપાર્ટમેન્ટમાં રોકાણ કરી રહ્યા છે. રોજની લેનદેન હવે તેમના માટે સામાન્ય બની ગઇ છે. કાર્તિક આર્યને અલીબાગમાં પ્લોટ લીધો હોવાના સમાચાર પછી મલાયકા અરોરાએ મુંબઇના અંધેરીના વર્સોવા વિસ્તારનો પોતાનો એપાર્ટમેન્ટ ૫. ૩૦ કરોડ રૃપિયામાં વેંચ્યો છે. તેણે આ ફ્લેટ ૨૦૧૮માં ૩.૨૬ કરોડ રૃપિયામાં લીધો હતો.
૧,૩૬૯ સ્કે. ફૂટ ધરાવતા આ ફ્લેટની સાથે એ ક કાર પાર્કિંગ પણ સામેલ છે.આ સોદામાં ૩૧.૦૮ લાખ રૃપિયાની સ્ટેમ્પ ડયુટી અને ૩૦,૦૦૦ રૃપિયા રજિસ્ટ્રેશનના થયા છે. અભિનેત્રીને આ ફ્લેટ વેંચ્યાથી ૬૨ ટકા એટલે કે ૨.૦૪ કરોડ રૃપિયાનો નફો થયો છે.
દસ્તાવેજોના અનુસાર,આ સોદો ઓગસ્ટ ૨૦૨૫માં કરવામાં આવ્યો છ.ે અંધેરી પશ્ચિમ એરિયા ઘરના રોકાણ માટેનો સૌથી પસંદગીનો માનવામાં આવે છે.








