Get The App

મહારાષ્ટ્રમાં ધો.10નું પરિણામ પણ આ વર્ષે 2 ટકા ઘટયું, કુલ 92.09 ટકા રીઝલ્ટ

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં ધો.10નું પરિણામ પણ આ વર્ષે 2 ટકા ઘટયું, કુલ 92.09 ટકા રીઝલ્ટ 1 - image

41 હજાર વિદ્યાર્થીઓને ધો.૧૦ની બોર્ડ પરીક્ષામાં 'એટીકેટી' ૪૧

મુંબઈ વિભાગ ૯૪.૯૭ ટકા સાથે રાજ્યમાં ત્રીજા સ્થાને, આ વર્ષે પણ 'બેસ્ટ ફાઈવ'ની સુવિધા અપાઈ, ૨.૭૬ લાખ વિદ્યાર્થીઓને આર્ટ, સ્પોર્ટ્સ, એનસીસીના માર્ક મળ્યાં

મુંબઇમહારાષ્ટ્ર  બોર્ડ દ્વારા શુક્રવારે આઠમી મેના બપોરે જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા ફેબુ્રઆરી-માર્ચ દરમ્યાન લેવામાં આવી હતી. મહારાષ્ટ્રનું ધો.૧૨નું કુલ પરિણામ ૮૯.૭૯ ટકા આવ્યું હતું. તેની સામે ધો.૧૦નું પરિણામ ૯૨.૦૯ ટકા આવ્યું છે. ગયા વર્ષે આ પરિણામ ૯૪.૧૦ ટકા હતું. આથી ગત વર્ષની તુલનાએ આ પરિણામ બે ટકા ઘટયું હોવાનું પણ જણાયું છે. જોકે છેલ્લાં ચાર વર્ષની તુલનાએ આ વર્ષે સૌથી ઓછું પરિણામ આવ્યું છે. વર્ષોની પરંપરા જાળવી ૯૭.૬૨ ટકા પરિણામ સાથે કોંકણ વિભાગ પહેલાં નંબરે જ રહ્યું છે. છત્રપતિ સંભાજીનગર ૮૮.૪૧ ટકા સાથે છેલ્લું આવ્યું છે. ૬૪માંથી કુલ ૨૦ વિષયોનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે.

ધો.૧૨ની પરીક્ષા પુણે, નાગપુર, છ.સંભાજીનગર, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાસિક, લાતુર અને કોંકણ એમ રાજ્યના  નવ વિભાગીય બોર્ડ દ્વારા લેવાઈ હતી. રાજ્યના કુલ ૧૫,૫૫,૦૨૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંના ૧૫,૪૨,૪૭૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંના ૧૪,૨૦,૪૮૬ વિદ્યાર્થીઓ પાસ થતાં રાજ્યનું કુલ પરિણામ ૯૨.૦૯ ટકા આવ્યું છે. આ વર્ષે ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ ૭૬.૩૩ ટકા તો રીપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ ૩૩.૭૯ ટકા રહ્યું છે. જ્યારે રાજ્યમાંથી ૯,૯૧૨ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંના ૯,૦૪૨ વિદ્યાર્થીઓ પાસ થતાં તેમનું ૯૧.૨૨ ટકા પરિણામ આવ્યું છે.

રાજ્યમાંથી કુલ ૮,૨૦,૪૨૭  વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંના ૭,૩૪,૮૧૪  વિદ્યાર્થી  પાસ થતાં કુલ ૮૯.૫૬ ટકા વિદ્યાર્થી  પાસ થયાં છે. જ્યારે ૭,૨૨,૦૪૫ વિદ્યાર્થિનીઓેમાંથી ૬,૮૫,૬૭૨ વિદ્યાર્થિનીઓ પાસ થતાં કુલ ૯૪.૯૬ ટકા  વિદ્યાર્થિનીઓએ પાસ થઈ છે. આમ, આ વર્ષે પણ છોકરીઓએ જ પરિણામમાં બાજી મારી છે.

મુંબઈ શહેરમાંથી કુલ ૩,૨૩,૭૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંના ૩,૦૭,૪૮૦ વિદ્યાર્થીઓ પાસ થતાં મુંબઈ વિભાગનું પરિણામ ૯૪.૯૭ ટકા આવ્યું છે. આ સાથે જ મુંબઈ વિભાગ રાજ્યમાં ત્રીજા ક્રમાંકે રહ્યો છે. રાજ્યના કુલ ૪,૨૨,૮૫૧ વિદ્યાર્થીઓને ૭૫ ટકા કે તેથી વધુ માર્ક્સ મળ્યાં છે, તેમાં મુંબઈ વિભાગના ૯૦,૧૨૦ વિદ્યાર્થીઓનો સમાવેશ છે. રાજ્યના કુલ ૨૭.૪૧ ટકા વિદ્યાર્થીઓને ૭૫ કે તેથી વધુ ટકા, ૩૧.૨૬ ટકા વિદ્યાર્થીઓને ૬૦ થી ૭૪ ટકા, ૨૪.૬૬ ટકા વિદ્યાર્થીઓને ૪૫ થી ૬૦ ટકા તેમજ ૮.૭૫ ટકા વિદ્યાર્થીઓને ૩૫ થી ૪૫ ટકા મળ્યા છે.

વિદ્યાર્થીઓને આ વર્ષે પણ તમામ છ ફરજિયાત વિષયોમાંથી બેસ્ટ ઓફ ફાઈવની સુવિધા આપી જે પાંચ વિષયમાં સારા માર્ક હોય તે ગણતરીમાં લઈ ૫૦૦માંથી માર્ક આપવામાં આવ્યા છે. તેમ છતાં રાજ્યના ૪૧,૦૬૫ વિદ્યાર્થીઓને એટીકેટી લાગી છે. જેઓ એક કે બે વિષયમાં પાસ થઈ શક્યા નથી. દરમ્યાન રાજ્યના ૨,૭૬,૩૯૧ વિદ્યાર્થીઓને કલા, ક્રીડા, એનસીસી તેમજ સ્કાઉટ ગાઈડ ક્ષેત્રમાં ઉત્તમ દેખાવ કરવા બદ્દલ ગ્રેડ માર્ક અપાયા છે.