Get The App

મહારાષ્ટ્રનું ધો.10નું 99.93 ટકા તો ધો.12નું 99.87 ટકા પરિણામ

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રનું ધો.10નું 99.93 ટકા  તો ધો.12નું 99.87 ટકા પરિણામ 1 - image

આઈસીએસઈનું ધો.૧૦, ૧૨નું પરિણામ જાહેર

ડયુઅલ અટેમ્પ સિસ્ટમથી માર્ક સુધારવાની તક, 

૪ લાખ પરીક્ષાર્થી બીજીવાર પરીક્ષા આપશે

મુંબઇ -  કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એજ્યુકેશન બોર્ડનું ધો.૧૦ (આઈસીએસઈ) અને ધો.૧૨ (આઈએસસી) પરીક્ષાનું પરિણામ ગુરુવારે સવારે જાહેર કરવામાં આવ્યું છે. દેશભરમાં ધો.૧૦નું પરિણામ ૯૯.૧૮ ટકા તો ધો.૧૨નું પરિણામ ૯૯.૧૩ ટકા આવ્યું છે. આ બંને પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. દેશમાં દસમા અને બારમાના પરિણામમાં આ બોર્ડમાં અનુક્રમે ૯૯.૪૬ અને ૯૯.૪૮ ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે.   

આઈસીએસઈ પરીક્ષામાં ૬૭ વિષયો હતાં. જેમાં ૨૦ ભારતીય અને ૧૪ વિદેશી ભાષાઓનો પણ સમાવેશ હતો. જ્યારે આઈએસસી પરીક્ષામાં ૪૫ વિષય હતાં. તેમાં ૧૩ ભારતીય અને બે  વિદેશી ભાષા હતી.

મહારાષ્ટ્રમાં આઈસીએસઈની ૩૦,૩૯૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬,૧૮૧ અને વિદ્યાર્થિનીઓની સંખ્યા ૧૪,૨૧૨ હતી. તેમાંથી ૩૦,૩૭૨ વિદ્યાર્થી પાસ થતાં કુલ ૯૯.૯૩ ટકા પરિણામ આવ્યું છે. તેમ જ આઈએસસીમાં ૪,૦૬૧ વિદ્યાર્થીઓમાંથી ૪,૦૫૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આથી ૯૯.૮૭ ટકા પરિણામ આવ્યું છે. જેમાં ૯૯.૯૫ ટકા છોકરીઓ તો ૯૯.૭૯ ટકા છોકરાઓ પાસ થયા છે.

આઈસીએસઈ પરીક્ષામાં પશ્ચિમ વિભાગનું પરિણામ સર્વાધિક ૯૯.૮૫ ટકા તો દક્ષિણ વિભાગનું પરિણામ ૯૯.૮૧ ટકા આવ્યું છે. તેમજ આઈએસસીમાં દક્ષિણ વિભાગે ૯૯.૮૭ ટકા સાથે પ્રથમ તો પશ્ચિમ વિભાગે ૯૯.૫૫ ટકા સાથે બીજું સ્થાન દેશભરમાં મેળવ્યું છે.