મુંબઈના સાંતાક્રુઝની ગેલેક્સી હોટલમાં આગ, 3ના મોત, 5 ઘાયલ
હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યોના અહેવાલો
મુંબઈમાં સાંતાક્રુઝની ગેલેક્સી હોટલમાં આગ લાગવાની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આગ બપોરે એક વાગ્યા આસપાસ લાગી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ફાયર વિભાગની ટીમ સ્થળ પર હાજર છે અને હજુ પણ હોટલને ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહી છે.
ઈજ્જાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
જણાવવામાં આવી રહ્યું છે કે, આ આગ બપોરે લગભગ એક વાગ્યે લાગી હતી. આગની માહિતી મળતા જ હોટલમાં નાસભાગ મચી ગઈ હતી. હોટલના સ્ટાફે સલામતીના પગલે હોટલ ખાલી કરાવી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.