Mumbai

શિલ્પા શિંદેના ખોટા આરોપ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર પગલા લે તેવી શક્યતા

By GS Team
7 Jun 20261 min read
શિલ્પા શિંદેના ખોટા આરોપ  વિરુદ્ધ  મહારાષ્ટ્ર સરકાર પગલા લે તેવી શક્યતા

મુખ્યમંત્રી ફડણવીસે એઆઇસીડબલ્યુએને કરી  અપીલ

મુંબઇ - શિલ્પા શિંદેએ પ્રોડયુસર પર જાતીય શોષણ કરવા બદલ ખોટા આરોપ લગાડયા હતા. જે હવે તેને ભારી પડતા જણાઇ રહ્યા છે. હવે એઆઇસીડબલ્યુએને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અભિનેત્રીના વિરુદ્ધ સખત એકશન લેવાની માંગણી કરી છે.

ભાભીજી ઘર પર હૈ ની અભિનેત્રી શિલ્પા શિંદે ખોટા આરોપના કબૂલનામા પર ફસાઇ ગઇ છે. તેણે હાલ સ્પષ્ટતા કરી હતી કે, ૨૦૧૬માં ભાભીજી ઘર પર હૈના પ્રોડયુસર પર જાતીય શોષણ કરવાનો ખોટો આરોપ મુકીને કેસ કર્યો હતો. હવે આ બદલ ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિયેશને અભિનેત્રીના વિરુદ્ધ મહારાષ્ટ્ના મુખ્યમંત્રીને કાર્યવાહીની માંગણી કરી છે.

શુક્રવારે એઆસીડબલ્યુએ ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, તેમણે  મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફણણવીસને ટેગ કરીને શિલ્પા શિંદેના મામલે નિષ્પક્ષ અને ઝીણવટભરીને તપાસની અપીલ કરી હતી.