માર્ચે પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે ૧૮
લેટ ફી સાથે પ્રતિ દિવસ ૨૦ રુપિયાનો દંડ ભરી ૩૦મી નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
મુંબઈ - મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધો.૧૦, ૧૨ની પરીક્ષાનું સંભવિત ટાઈમટેબલ આ વર્ષે ૧૨ ઑક્ટોબરે જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં કોઈ બદલાવ ન કરતાં તેને જ અંતિમ સ્વરુપ આપવામાં આવ્યું છે અને બોર્ડનું ફાઈનલ ટાઈમટેબલ જાહેર કરાયું છે. ધો.૧૨ની લેખિત પરીક્ષા ૧૦ ફેબુ્રઆરી ૨૦૨૬થી ૧૮ માર્ચ, ૨૦૨૬ સુધી ચાલશે. તે જ રીતે ધો.૧૦ની લેખિત પરીક્ષા ૨૦ ફેબુ્રઆરી ૨૦૨૬ થી ૧૮ માર્ચ, ૨૦૨૬ સુધી ચાલશે.
ધો.૧૨ની પ્રેક્ટિકલ, મૌખિક અને ઈન્ટર્નલ અસેસમેન્ટ ટેસ્ટ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ થી ૯ ફેબુ્રઆરી ૨૦૨૬ દરમ્યાન લેવાશે. તે દરમ્યાન જ સાયન્સની પ્રેક્ટિકલ્સ, કોમર્સના પ્રોજેક્ટ્સ અને આર્ટ્સની મૌખિક પરીક્ષાઓ પૂર્ણ કરાશે. ધો.૧૦ની પ્રેક્ટિકલ્સ, ઈન્ટર્નલ્સ તથા મૌખિક પરીક્ષાઓ બીજી ફેબુ્રઆરીથી ૧૮ ફેબુ્રઆરી સુધીમાં લેવાશે.
અતિવિલંબિત ફી સાથે શનિવારે પહેલી નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી ભરી શકાશે. અતિવિલંબિત ફી તરીકે પ્રતિ વિદ્યાર્થી પ્રતિ દિવસ ૨૦ રુપિયા વસૂલાશે. ત્યારબાદ એકપણ ફોર્મ સ્વીકારાશે નહીં, એવું બોર્ડ દ્વારા સ્પષ્ટ કરાયું છે.


