Get The App

મહારાષ્ટ્ર બોર્ડનું ધો. 12નું 91.88 ટકા પરિણામઃ વિદ્યાર્થિનીઓ મોખરે

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
મહારાષ્ટ્ર બોર્ડનું  ધો. 12નું 91.88 ટકા પરિણામઃ વિદ્યાર્થિનીઓ મોખરે 1 - image


ગત વર્ષની સરખામણીએ ૧.૪૯ ટકા ઓછું  પરિણામ

મુંબઈમાં સાયન્સનું પરિણામ ૯૬.૩૩ ટકા, કોમર્સનું ૯૨.૫૯ ટકા અને આર્ટસનું ૮૪.૬૩ ટકા પરિણામ જાહેર

મુંબઈ  -  મહારાષ્ટ્ર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૨ની પરીક્ષાનું ૯૧.૮૮ ટકા પરિણામ આજે જાહેર કરાયું હતુંય ગયાં વર્ષના પરિણામની સરખામણીએ આ  વર્ષે ૧.૪૮ ટકા ઓછું પરિણામ આવ્યું છે. બીજી તરફ મુંબઈનું પરિણામ વધ્યું છે. મુંબઈનું પરિણામ ૯૨.૯૩ ટકા રહ્યું છે. 

 બોર્ડના અધ્યક્ષ શરદ ગોસાવીના જણાવ્યા મુજબ, આ વર્ષે પણ ૧૨માં ધોરણના પરિણામમાં પરંપરાને જાળવી રાખી વિદ્યાર્થિનીઓએ  બાજી મારી હતી.ં વિદ્યાર્થિનીઓની પાસ થવાની ટકાવારી ૯૪.૫૮ રહી છે.બીજી તરફ વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી ૮૯.૫૧ ટકા  રહી છે. 

માર્ચમાં યોજાયેલી બારની પરીક્ષાઓ માટે કુલ ૧૪.૨૭ લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં કુલ ૧૪.૧૭ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૩. ૦૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

આ વર્ષે રાજ્યમાં રીઝલ્ટની ટકાવારી ઘટી છે અને ફેબુ્રઆરી- માર્ચ ૨૦૨૪  માટે પરિણામ ૯૩.૩૭ હતું. તો ફેબુ્રઆરી- માર્ચ ૨૦૨૫નું પરિણામ ૯૧.૮૮ ટકા હતું.આમ  પરિણામ ૧.૪૯ ટકા ઓછું આવ્યું છે. 

જો કે, ગયા વર્ષની સરખામણીમાં મુંબઈના પરિણામોમાં વધારો થયો છે. રાજ્ય બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવ વિભાગોના પરિણામોમાં મુંબઈ ત્રીજા ક્રમે હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષમાં મુંબઈના પરિણામોમાં સતત વધારો થઈ રહ્યા છે. ૨૦૨૩નું મુંબઈનું પરિણામ ૮૮.૧૩ ટકા હતું. ૨૦૨૪મનાં પરિણામ ૯૧.૯૫ ટકા હતું. જ્યારે આ વર્ષે ધોરણ ૧૨નું પરિણામ ૯૨.૯૩ ટકા આવ્યું હતું. પરિણામે, મુંબઈ વિભાગ જે છેલ્લા કેટલાક વર્ષોથી વિભાગીય પરિણામોમાં સૌથી નીચું હતું. તેણે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. 

જેમાં મુંબઈમાથી વિજ્ઞાાન પ્રવાહમાં સૌથી વધુ ૯૬.૩૩ ટકા પરિણામ આવ્યું છે. ત્યારબાદ વાણિજ્ય શાખાનું પરિણામ ૯૨.૫૯ ટકા આવ્યું હતુ. તો આર્ટસ સ્ટ્રીમનું પરિણામ ૮૪.૬૩ ટકા આવ્યું હતું. સૌથી ઓછું પરિણામ આઈટીઆઈ શાખાના ૭૮.૨૮ ટકા નોંધાયું હતું.  આ વર્ષે મુંબઈ વિભાગમાંથી કુલ ૩.૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ બારમાની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમાંથી કુલ ૩.૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી ૨.૯૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં મુંબઈમાં પણ વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતાં વધુ રહ્યું હતું.

આ વર્ષે એચએસસીના પરિણામો એક મહિના વહેલા જાહેર કરવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓ માટે તેમના ભાવિ શિક્ષણ માટે આયોજન કરવાનું સરળ બનશે.

તમામ ઝોનમાં કોંકણ વિભાગ સૌથી મોખરે 

કોંકણ વિભાગ ૯૬.૭૪ ટકા પાસ ટકાવારી સાથે ટોચ પર રહ્યું છે. ત્યારબાદ કોલ્હાપુર ૯૩.૬૪ ટકા, મુંબઈ ૯૨.૯૩ ટકા, છત્રપતિ સંભાજી નગર ૯૨.૨૪ ટકા, અમરાવતી ૯૧.૩૧ ટકા, પુણે ૯૧.૩૨ ટકા, નાસિક ૯૧.૩૧ ટકા, નાગપુર ૯૦.૫૨ ટકા અને લાતુર ૮૯.૪૬ ટકા પાસ થયા હતા.

સાયન્સનું પરિણામ વધારે, આર્ટ્સનું ઓછું 

આ વર્ષે વિજ્ઞાાન પ્રવાહમાં સૌથી વધુ ૯૭.૩૫ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે વાણિજ્ય (કોમર્સ) પ્રવાહમાં ૯૨.૬૮ ટકા, વ્યવસાયિક (આઈઆઈટી) પ્રવાહમાં ૮૩.૨૬ ટકા અને કલા (આર્ટસ) પ્રવાહના ૮૦.૨૫ ટકા વિ


Tags :