Get The App

માધુરી દિક્ષિતે જુહુનો પોતાનો એપાર્ટમેન્ટ ૩.૯૦ કરોડમાં વેંચ્યો

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
માધુરી દિક્ષિતે જુહુનો પોતાનો એપાર્ટમેન્ટ ૩.૯૦ કરોડમાં વેંચ્યો 1 - image

જેને તેણે ૧૩ વરસ પહેલા ૧.૯૬ કરોડમાં ખરીદ્યો હતો

મુંબઇ - માધુરી દીક્ષિતે જુહુમા ંઆવેલો પોતાનો એપાર્ટમેન્ટ રૃપિયા ૩.૯૦ કરોડમાં વેંચ્યો છે. આ ફ્લેટ તેણે ૨૦૧૨માં ૧.૯૬ કરોડમાં ખરીદ્યો હતો. આ ફ્લેટના સોદાનું રજિસ્ટ્રેશન ૧૫ ડિસેમ્બરના રોજ કરવામા ંઆવ્યું હતું. આ ફ્લેટ બિલ્ડિંગના ચોથા મજલે આવેલો છે. 

અભિનેત્રીનો આ ફ્લેટ ૭૮૦.૧૩ સ્કે.ફૂટમા ંફેલાયેલો છે. આ ફ્લેટ ખરીદનાર એક મહિલા હોવાથી તેને સ્ટેમ્પ ડયુટીમાં એક ટકાનો ફાયદો થયો હતો. 

માધુરી દીક્ષિત અને ડો. નેનેએ આ જુહુનો ફ્લેટ જુન ૨૦૧૨માં ૧.૯૬ કરોડ રૃપિયામાં ખરીદ્યો હતો. ૧૩ વરસ પછી પ્રોપર્ટીની વેલ્યુ ૧૦૦ ટકાની આસપાસ પહોંચી ગઇ છે.