Get The App

માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં 731 સ્કે. ફૂટની ઓફિસ ભાડા પર લીધી

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં 731 સ્કે. ફૂટની ઓફિસ ભાડા પર લીધી 1 - image

પાંચ વરસના ભાડા પેઠે ૨.૮૧ કરોડ રૃપિયા ચુકવશે

મુંબઇ - માધુરી દીક્ષિતે મુંબઇના લોઅર પરેલ વિસ્તારમાં એક ઓફિસ પાંચ વરસ માટે ભાડા પર લીધી છે.  જેનું શરૃઆતમાં ભાડું ૪.૨૫ લાખ રૃપિયા હશે અને પછી દર વરસે આ ભાડામાં ૫ ટકાનો વધારો થશે. અભિનેત્રી પાંચ વરસમાટે ૨. ૮૧ કરોડ રૃપિયા ભાડા પેટે ચુકવશે. 

રજિસ્ટરકરાયેલા દસ્તાવેજોના અનુસાર, માધુરીએ ૭૩૧ સ્કે. ફૂટની એક કમર્શિયલ ગાળો લીધો છે. જેમા ંએક કાર પાર્કિંગ પણ સામેલ છે. જે માટે ૭૨,૬૦૦ રૃપિયા સ્ટેમ્પ ડયુટી અને ૧૦૦૦ રૃપિયા રજિસ્ટ્રેશનના ચુકવવામાં આવ્યા છે. ઉપરાંત ૧૭ લાખ રૃપિયા ડિપોઝિટનો પણ સમાવેશ છે. 

આ ઓફિસનું ભાડું પ્રથમ વરસે દર મહિને રૃપિયા ૪. ૨૫, બીજા વરસે વધીને૪.૯૧ લાખ રૃપિયા, ત્રીજા વરસે ૪.૬૮ લાખ, ચોથા વરસે ૪.૯૧ અને પાંચમા વરસે ૫.૧૬ લાખ રૃપિયા આપશે. આ રીતે તે પાંચ વરસ માટે ૨. ૮૧ કરોડ રૃપિયા ભાડા પેટે ચુકવશે.