Get The App

ગોવામાં એલએસડી ડ્રગ બનાવતી લેબનો પર્દાફાશઃ ઉત્પાદકની ધરપકડ

Updated: May 3rd, 2023

GS TEAM

Google News
Google News
ગોવામાં એલએસડી ડ્રગ બનાવતી લેબનો પર્દાફાશઃ ઉત્પાદકની ધરપકડ 1 - image


અંજુનાના યુનિટમાંથી પચ્ચીસ લાખનું ડ્રગ જપ્ત

આરોપી ડ્રગ ઉત્પાદક 1980 ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા રશિયન સ્વિમરના સંપર્કમાં  હતો

મુંબઇ :  નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગોવામાં એલએસડી બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ કર્યો હતો. આ મામલામાં મુખ્ય ઉત્પાદકની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન રૃા. ૨૫.૧૭ લાખની કિંમતનો પ્રતિબંધિત ડ્રગનો જથ્થો જપ્ત કરાયો હતો, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.

આરોપી ડ્રગ ઉત્પાદક ૧૯૮૦ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા સ્વિમર એસ વર્ગાનોવા અને ભૂતપૂર્વ રશિયન પોલીસમેન આન્દ્રેના સંપર્કમાં હતો. આ બન્ને જણ એનસીબી દ્વારા ગયા અઠવાડિયે પ્રકાશમાં આવેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલનો ભાગ હતો.

ઓલિમ્પિયન પાસે મળી આવેલું એલએસડી ડ્રગનો જથ્થો આરોપી ઉત્પાદક દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો.

એનસીબીની ટીમે ચોક્કસ માહિતીના આધારે સોમવારે ઉતર ગોવાના અંજુના ખાતેના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડયા હતા. દરમિયાન યુનિટમાં એલએસડીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાનું માલૂમ પડયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એનસીબીએ દરોડા દરમિયાન ૨,૪૬૪ એલએસડી બ્લોટ્સ (૬૧.૯૭ ગ્રામ), ૧૦.૪૭ ગ્રામ એમડીએમએ પાવડર, ૭૬.૬ ગ્રામ હશિશ પાવડર, ૬૦.૫ ગ્રામ ગાંજો, ૩.૪૨ ગ્રામ હશિશ અને ૨૫ સાયલોસિબિન મશરૃમ કેપ્સ્યુલ્સ સહિતનો પ્રતિબંધિત પદાર્થ જપ્ત કર્યો હતો.

આ ઉપરાંત ૩૨ હજાર રૃપિયા, ૧૮ યુએસ ડોલર, શ્રીલંકાના રૃા. ૩૮,૨૧૦ કબજે કરાયા હતા.

બેઝ મટિરિયલ અને અત્યાધુનિક લેબ સાધનો સહિત દવાઓના ઉત્પાદન માટે વપરાતી વિવિધ પ્રકારની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.

દરિયા કિનારાના રાજ્યમાં ગત અઠવાડિયે પાર્ટી ડ્રગ્સ મળ્યા બાદ આ દરોડો પાડવામાં આવ્યો હતો.

આ કેસની તપાસ વખતે એનસીબીને અન્ય જથ્થાબંધ ઉત્પાદક વિશે માહિતી મળી હતી. અંજુના ખાતે એલએસડીનું ઉત્પાદન કરતા એ કુંડુને પકડવામાં આવ્યો હતો.

લેબના સાધનો એલએસડી બ્લોટ્સ બનાવવા માટેનો કાગળનો મોટો જથ્થો પેપર કટિંગ મશીન, ડ્રોપર્સ અન્ય સામગ્રી પણ મળી આવી હતી.

આરોપી ઉત્પાદકો દાવો કર્યો હતો કે ગોવામાં એલએસડીની વધતી માગને ધ્યાનમાં રાખીને તેણે ડ્રગના ઉત્પાદન માટે કાળજીપૂર્વક જ્ઞાાન મેળવ્યું હતું. પછી ધીમે ધીમે લેબ બનાવવા જરૃરી સાધન સામગ્રીનો ઉપયોગ કર્યો હતો.

આરોપી કુંડુએ કહ્યુ ંહતું કે 'તે વિદેશી નાગરિકો સહિત ડ્રગ્સના સપ્લાય માટે જુદા જુદા શહેરોમાં અન્ય સિન્ડિકેટના સંપર્કમાં હતો. 

આ ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Tags :