દાદર, માહિમ, ધારાવી, બાંદરા, ખાર સહિત અંધેરી પૂર્વમાં અસર
ખાસ તો પ્રશાસકીય ત્રણ વોર્ડ, જી/નોર્થ, કે/પૂર્વ અને એચ/પૂર્વનો સમાવેશ, પાણીના વિતરણના સમયમાં ફેરફાર કરાયો
મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મોટી પાણીની પાઇપલાઇનનું જોડાણનું કામ સોમવાર તા. ૨૨ ડિસેમ્બરના ૧૦ વાગ્યાથી શુક્રવાર તા. ૨૬ ડિસેમ્બરના મધ્યરાત્રી ૧ વાગ્યા સુધી એટલે કે ૮૭ કલાક હાથ ધર્યું છે. આ દરમિયાન દાદર, ધારાવી, બાંદરા પૂર્વથી માંડીને અંધેરી પૂર્વ સુધીના વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછા દબાણથી મળશે. તેમ જ પાણી વિતરણનો સમય પણ બદલાવામાં આવ્યો છે. ખાસ પાલિકાના વહીવટી વોર્ડ, જી/નોર્થ, કે/પૂર્વ અને એચ/પૂર્વ વોર્ડના વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળશે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
એમએમઆરડીએ મેટ્રો લાઇન-૭ અ પ્રોજેક્ટના કામ માટે ૨,૪૦૦ મિ.મિ. વ્યાસની અપર વૈતરણાની મુખ્ય પાણીની પાઇપલાઇનના અમુક ભાગ પસાર કરવામાં આવ્યું છે. આ માટે ક્રોસ જોડાણને કરતાં કામ પાલિકાએ હાથ ધર્યું છે. આ કામગીરી બહુ મહત્ત્વની હોવાથી નિયોજનબદ્ધ પદ્ધતીથી કામ પાલિકા કરશે.
અસરગ્રસ્ત વોર્ડ જી/નોર્થ વોર્ડ ઃ ધારાવી લૂપ માર્ગ, એકેજી નગર, જસ્મિન મિલ માર્ગ, ૬૦ ફૂટ માર્ગ, ૯૦ ફૂટ રોડ, સંત કકકૈયા માર્ગ, એમપી નગર ઢોરવાડા, મહાત્મા ગાંધી માર્ગ, ધારાવી મુખ્ય માર્ગ, ગણેશ મંદિર માર્ગ, દિલીપ કદમ માર્ગ અને માહિમ ફાટક. કે/પૂર્વ વોર્ડ ઃ કબીર નગર, બામણવાડા, પારસીવાડા, એરપોર્ટ, તરુણ ભારત વસાહત, ઇસ્લામપુરા, દેઉબવાડી, પી એન્ડ ટી વસાહત, કોલ ડોંગરી, જૂની પોલીસ ગલી, વિજય નગર અને મોગરાપાડા. એચ/પૂર્વ વોર્ડ ઃ બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી), મોતીલાલ નગર, પ્રભાત વસાહત, આગ્રીપાડા, કાલીના, સીએસટી માર્ગ, હંસભુ્રગા માર્ગ, મુંબઈ યુનિવર્સિટી, યશવંત નગર, સુંદર નગર, કોલિવરી ગાંવ, ત્રણ બંગલા, શાંતિલાલ કમ્પાઉન્ડ, પટેલ કમ્પાઉન્ડ, ગોળીબાર માર્ગ, ખાર સબ-વેથી ખેરવાડી, નવાપાડા, બહેરામનગર અને બાંદરા પૂર્વ સરકારી વસાહત.


