Mumbai

4 દિવસ મધરાતે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે

By GS TEAM
31 Aug 20251 min read
4 દિવસ મધરાતે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે

ગણેશમંડળોને સરકારની મંજૂરી

વર્ષમાં એક રાજ્યને ૧૫ દિવસ મધરાતે ૧૨ વાગ્યા સુધીની છૂટ આપવાનો નિયમ

મુંબઈ - કેન્દ્ર સરકારે ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમ ૨૦૦૦ અંતર્ગત વર્ષે કુલ ૧૫ દિવસ મધરાતે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર વાપરવાની પરવાનગી રાજ્ય સરકારને આપી છે. પરંતુ ગણેશોત્સવ માટે માત્ર ચાર જ દિવસ મળ્યા છે. તેમાં ગણેશ ચતુર્થી, ગૌરી આગમન, ગૌરી વિસર્જન અને અનંત ચતુર્દશીના લાઉડસ્પીકરની પરવાનગી આપતાં ગણેશમંડળોએ નારાજગી વ્યક્ત કરી છે. 

આથી ૨૮ ઑગસ્ટ, ૩૧ ઑગસ્ટ, બીજી સપ્ટેમ્બર અને છઠ્ઠી સપ્ટેમ્બરે લાઉડસ્પીકર મધરાત સુધી વાપરી શકાશે. બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ દ્વારા પ્રત્યેક વર્ષે વધુ દિવસ મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે છે. સરકારે મંજૂર કરેલ ૧૫ દિવસમાંથી હજીયે બે દિવસ બાકી છે. તેમાંનો એક દિવસ પોલીસ વિભાગને આપવો તથા બચેલો એક દિવસ ગણેશ મંડળોને સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આપવો. જેથી તેઓ મધરાત સુધી લાઉડસ્પીકર વગાડી શકે. આ માટેની પરવાનગી મેળવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા હોવાનું સમિતિ દ્વારા જાણવા મળ્યું છે.