વિદેશ ફરવા ગયેલા મુંબઈગરાં ફસાયા
કેટલીક એરલાઈન્સ અગાઉથી બૂક ટિકિટસ રદ કરી અનેકગણા ભાવે ફરીથી વેચતી હોવાનો પ્રવાસીઓનો આરોપ
મુંબઈ - અખાતી યુદ્ધના કારણે અનેક ઈન્ટરનેશનલ ફલાઈટ્સ રદ થતાં ભારતીય યાત્રીઓએ લાંબા લાંબા રુટ દ્વારા અને અનેક ગણા દામ ચૂકવીને પરત આવવાની ફરજ પડી રહી છે. એરલાઈન્સ કંપનીઓ જ હાલની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી જૂની ટિકિટસ રદ કરી નવાં ભાડાં સાથે ફલાઈટ્સ ઓપરેટ કરી રહી હોવાનો આરોપ પણ પ્રવાસીઓએ મૂક્યો છે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે ખાડી દેશોની એર સ્પેસ ફલાઈટ્સ માટે બંધ થઈ ગઈ છે. તેના કારણે યુરોપ તથા અમેરિકાની અનેક ફલાઈટ્સ હવે લાંબા ચકરાવા લઈ રહી છે. ફલાઈટ્સ કેન્સલ થવાના કારણે વિદેશમાં અનેક યાત્રીઓ અટવાયા છે. યુદ્ધ વચ્ચે પરિસ્થિતિનો લાભ લઈને ફ્લાઈટના ભાવ આસમાને પહોંચતા મુંબઈ સહિત અનેક રાજ્યોના પ્રવાસીઓ વિદેશમાં પરેશાન થઈ રહ્યા છે.
અનેક એરલાઈન કંપનીઓ અગાઉથી બુક કરાયેલી ટિકિટો રદ કરી મુસાફરોને વધુ ચિંતામાં મૂકી રહી હોવાનું પણ સામે આવ્યું છે. અનેક એરલાઈન ઓપરેટરો દ્વારા પહેલેથી બુક કરાયેલી ટિકિટો કેન્સલ કરી નવા મુસાફરોને ચારથી પાંચ ગણા ઊંચા દરે ટિકિટો વેચાતી હોવાનો પણ અનેક પ્રવાસીઓએ આરોપ મૂક્યો છે.
મુંબઈના મલાડ, વસઈ, વિરાર વિસ્તારના અગિયાર જણના મિત્રો ે ઈટલીં ફરવા ગયા હતા. આ ગૂ્રપ ૨૪ ફેબુ્રઆરીએ મુંબઈ એરપોર્ટ પરથી ઈટાલીના મિલાન શહેર પહોંચ્યું હતું અને ત્યાર બાદ વિવિધ શહેરોમાં પ્રવાસ કર્યો હતો. આ ગૂ્રપમાં જોડાયેલા સ્વપ્નિલ શાહે કહ્યું હતું કે અમારી દુબઈની એર ટિકિટ રદ થઈ છે. તે પછી અમે મુંબઈ પહોંચવા અન્ય વૈકલ્પિક રુટ્સની તપાસ કરી હતી. અમે પાંચ માર્ચે વાયા દુબઈ થઈને મુંબઈ પાછા આવવાના હતા. પરંતુ યુદ્ધના કારણે પહેલેથી બુક કરાયેલી ફ્લાઈટ રદ થઈ ગઈ હતી, જેના કારણે પરેશાન થઈ રહ્યા છીએ. એથી અનેક પ્રયત્નો બાદ હવે છેક આઠ માર્ચ માટે ત્રણ ગણા વધારે ભાવે નવી ટિકિટ મળી છે. જેના કારણે હવે અમે અહીંથી ફ્લાઈટ પકડીને સ્વિઝરલેન્ડના ઝુરિક જઈશું અને ત્યાર એક દિવસ રોકાઈને મુંબઈ માટે ફ્લાઈટ પકડીશું. આ બધા હાલતના કારણે બમણા ચાર્જ સાથે સમયનો બગાડ અને હેરાનગતિ થઈ રહી છે.'


