કલ્યાણની સોસાયટીમાં દીપડાએ આતંક ફેલાવીને છ દિવસના બાળક સહિત પાંચને ઘાયલ કર્યા
Updated: Nov 25th, 2022
- વનવિભાગ પોલીસ અને ફાયર બ્રિગેડની દસ કલાકની જહેમત બાદ ઝડપી લેવાયોઃ મલંગગઢના જંગલમાંથી ભૂલો પડયો હોવાની શક્યતા
મુંબઈ: મુંબઈ પાસેના કલ્યાણ શહેરના ચિંચપાડા વિસ્તારમાં અચાનક આવી ચડેલા એક દીપડાએ પાંચ જણને ઘાયલ કર્યા હતા અને કલાકો સુધી એક રહેણાંક ઈમારતમાં આતંક ફેલાવ્યો હતો. આ ઘટનાની જાણ થયા બાદ વનવિભાગ, પોલીસ તેમ જ ફાયર બ્રિગેડના સંયુક્ત પ્રયાસો બાદ 10 કલાકની જહેમત બાદ દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસો સફળ રહ્યા હતા. દીપડાએ ઘાયલ કરેલ એક સિનીયર સિટીઝનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
કલ્યાણ શહેરમાં દીપડો આવી ચડયો હોય તેવો આ પહેલો પ્રસંગ છે આ પહેલા ઉલ્હાસનગરમાં ગુડી પડવાના દિવસે દીપડો ઘુસી આવવાની ઘટના બની હતી વનવિભાગના અધિકારીઓએ એવી શંકા વ્યક્ત કરી હતી કે મલંગગઢના જંગલમાંથી આ દીપડો કલ્યાણ શહેરમાં ઘુસી આવ્યો હશે. થાણે જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં જંગલો આવ્ા છે અને આ જંગલોમાં દીપડાની મોટી વસ્તી છે ત્યાંથી અવારનવાર દીપડા માનવ-વસ્તીમાં આવી ચડે છે. આ સિવાય સંજય ગાંધી નેશનલ પાર્કમાં પણ દીપડાની ઘણી વસ્તી હોવાથી ઘણીવાર આ દીપડાઓ શિકારની શોધમાં મુંબઈ-થાણાના વિવિધ વિસ્તારમાં આવી ચડતા હોવાની ઘટનાઓ નોંંધાઈ છે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર કલ્યાણના ચિંચપાડા વિસ્તારમાં આવેલ શ્રીરામ અનુગ્રહ ટાવરમાં આજે સવારે 8.30 વાગ્યાની આસપાસ એક દીપડો આવી ચડયો હતો. આ સમયે આ સોસાયટીના એક રહેવાસી રાજુ પાંડે તેમના છ દિવસના બાળકને લઈ ગ્રાઉન્ડ ફલોર પર તડકો દેખાડવા લાવ્યા હતા તેના પર દીપડાએ હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો. આ ઘટના બાદ પ્રથમ સોસાયટીના પાર્કિંગ વિસ્તારમાંથી આ દીપડો સોસાયટીમાં પ્રવેશ્યો હતો અને ત્યારબાદ પહેલા અને બીજા માળ સુધી પહોંંચી જતા સોસાયટીના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકોએ તરત જ ફલેટના બારી, દરવાજાઓ બંધ કરી દીધા હતા. આ વાત વાયુવેગે ફેલાઈ જતા પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ અહીં દોડી આવેલા વનવિભાગના કર્મચારીઓએ દીપડાને પકડવા માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે કલાકો સુધી દીપડો હાથ લાગ્યો નહોતો અને ઈમારત પરિસરમાં ફરતો રહ્યો હતો. દીપડાનો બિલ્ડિંગમાં ફરી રહ્યાના વીડિયો પણ સોશિયલ મીડિયા અને ચેનલો પર વાયરલ થતા લોકો મોટી સંખ્યામાં દીપડાને જોવા ઉમટી પડયા હતા પરિણામે રેસ્કયુ ઓપરેશનમાં ભારે વિધ્નો આવ્યા હતા.
ચિંચપાડા સુધીનો રસ્તો જ અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. આ ઘટના બાદ વનવિભાગે ઈમારતના વિવિધ ગેટ બંધ કરી લોકોને ઘરના દરવાજા બંધ કરી લોકોને ઘરના દરવાજા બંધ કરી અંદર પૂરાઈ રહેવાની તાકિદ કરી હતી. સંજય ગાંધી નેશનલ પાર્કની વનવિભાગ ટીમ પણ દોડી આવી હતી અને પોલીસ, ફાયર બ્રિગેડ, કેડીએમસી પ્રશાસન સાથે જ અમુક એનજીઓના કાર્યકરો પણરેસક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. દીપડાને બહાર કાઢવા ફટાકડાઓ ફોડયા હતા. તદુપરાંત વનવિભાગે દીપડો બહાર દોડી આવી શકે તેવા સ્થળોએ મોટા પાંજરા પણ ગોઠવ્યા હતા. આ સિવાય દીપડાને ઝડપી લેવા વનવિભાગના કર્મચારીઓ હાથમાં