સરકારી, કોર્ટના કામકાજમાં માન્ય રહેશે
દરેક દસ્તાવેજ સાથે ક્યુઆર કોડ તથા ૧૬ આંકડોનો વેરિફિકેશન નંબર રહેશે
મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે ડિજિટલી મેળવાયેેવા ૭-૧૨ના ઉતારા તથા હક્કપત્રકમાં ફેરફારની નોંધોને કાયદેસરની માન્યતા આપી છે.
રાજ્યના નાગરિકો રાજ્ય સરકારના ભૂલેખ મહાભૂમિ પોર્ટ લ પરથી સાત બારના ઉતારા તથા આઠ-એની ગ્રામ્ય માલિકી ફેરફાર તથા હક્કપત્રકની નોંધો ડિજિટલી ડાઉનલોડ કરી શકશે. તેની દરેક નકલ માટે ૧૫ રુપિયા ચાર્જ ભરવાનો રહેશે.
આ દસ્તાવેજો પર એક ક્યુઆર કોડ તથા ૧૬ આંકડાનો વેરિફિકેશન નંબર હશે. તમામ પ્રકારના સરકારી વ્યવહારો તથા બેન્કો અને લોન પ્રોસેસિંગ ઉપરાંત ન્યાયિક કાર્યવાહીમાં પણ આ ડિજિટલી મેળવાયેલી નોંધો કાયદેસર દસ્તાવેજો તરીકે ઉપયોગમાં લઈ શકાશે.
રાજ્યના તમામ ડિવિઝનલ કમિશનર્સ, જિલ્લા કલેક્ટર, સબ ડિવિઝનલ ઓફિસર્સ તથા તહેસીલદારને આ બાબતે તત્કાળ અમલનો આદેશ અપાયો છે.
માલિકી હક્કના ઉતારા મેળવવા હવે મહેસૂલી કચેરીઓએ રુબરુ જવાની જરુર રહેશે નહિ. આથી આ કામગીરીમાં ઝડપ તથા પારદર્શિતા આવશે તેવો દાવો કરાયો છે.
ઈન્ફમન્શન ટેકનોલોજી એક્ટની કલમ પાંચ અનુસાર આ કોમ્પ્યુટર જનરેટેડ દસ્તાવેજોને મૂળ દસ્તાવેજોની પ્રમાણિત ટ્રુ કોપી તરીકે ગણવામાં આવશે. આથી તેના પર તલાટીઓ કે અન્ય મહેસુલી અધિકારીઓની સહીઓની જરુર રહેતી નથી.
નાગરિકો ભુલેખ મહાભુમિ પોર્ટલ પર સાત બારના ઉતારા વિનામૂલ્યેે જોઈ શકે છે પરંતુ તે માત્ર રેફરન્સ પૂરતા હોય છે. સત્તાવાર ઉપયોગ માટે દરેક દાખલા દીઠ ૧૫ રુપિયાની ફી ચૂકવીને ડિજિટલી સાઈન કરાયેલા દસ્તાવેજ ડાઉનલોડ કરવા આવશ્યક રહેશે.


