FOLLOW US

10 મહિનાના બાળકને ઘરે મૂકી માતા સીમા પર ફરજ બજાવવા ગઈ

Updated: Mar 17th, 2023


કર્તવ્ય અને માતૃત્વનો સંગમ

મહિલા બાળકને મૂકી ગુજરાત ગઈ ત્યારે ખબર પડી કે તેની બદલી રાજસ્થાન થઈ છે 

મુંબઈ :  તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ભારતીય સીમા સુરક્ષા દળમાં કાર્યરત એક મહિલા પોતાના દસ મહિનાના બાળકને ઘરે મૂકી સીમા પર કર્તવ્ય નિભાવવા જઈ રહી હોવાનું દેખાય છે. કર્તવ્ય સાથે માતૃત્વના ભાવને આલેખતા આ વિડીયોને જોયા બાદ આ મહિલા પ્રત્યે તમામ સ્તરેથી સહાનુભૂતિની લાગણી વ્યક્ત થઈ રહી છે. દસ મહિનાના બાળકને ઘરે મૂકી આ મહિલા ભૂજ સીમા પર હાજર થઈ ત્યાં તેને જાણ થઈ કે તેની બદલી બાડમેર રાજસ્થાનમાં થઈ છે.

વર્ષા એ નંદગાવ, કરવીર ગામની દીકરી છે. માતા-પિતા અને ભાઈના મજબૂત પીઠબળને લીધે તે ૨૦૧૪માં સીમા સુરક્ષા દળમાં દાખલ થઈ. ગુજરાતની ભૂજ સીમા પર તે કાર્યરત છે અને પ્રજાસત્તાક દિને રાજપથ પર બીએસએફના મહિલા રણરાગિણીઓના પ્રાત્યક્ષિકમાં પણ તે હાજર હતી. તેમના લગ્ન ૨૦૧૯માં બેન્કમાં નોકરી કરતાં રમેશ જોડે થયાં. ગયા વર્ષે તેમને દીકરો થયો અને તેનું નામ 'દક્ષ' એવું રાખવામાં આવ્યું. માતૃત્વના આનંદમાં મગ્ન થયેલી માતાને ફરી દેશસેવામાં હાજર થવાનો ઓર્ડર થતાં આ માતાનું હૃદય વિદાય લેતી વેળાએ ભરાઈ આવ્યું હતું.

રજાના સમયમાં તેણે બાળકને ખૂબ રમાડયું. માતૃત્વના કર્તવ્ય સાથે તેને દેશ પ્રત્યેનું કર્તવ્ય પણ યાદ હતું. આથી તે ફરજ નિભાવવા તે મંગળવારે રાત્રે ગુજરાત તરફ રવાના થયા. બીજે દિવસે ત્યાં પહોંચ્યા બાદ તેને જાણ થઈ કે તેની બદલી રાજસ્થાનના બાડમેરમાં થઈ છે. 

દરમ્યાન આ માતાનું કહેવું છે કે, તેના મનમાં બાળકની કાળજી કાયમ રહેશે અને આ બાળકને માતા વિના રહેવું પડશે તેની પણ તેણે મનથી તૈયારી કરી છે. દરમ્યાન માતા અને સાસુ બન્ને દક્ષની માતા બનીને રહેશે, એવો વિશ્વાસ મનમાં લઈ તે દેશસેવામાં હાજર થઈ રહી છે.


Gujarat
News
News
News
Magazines