For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નેતાઓને ફેસબૂક પર ધમકીની નોંધ લો છો, આમ આદમીને મળે તો નહિઃ હાઈકોર્ટનો પોલીસને ઠપકો

Updated: Sep 22nd, 2022

Article Content Image

તમે રક્ષણ માટે બેઠા છો કે કોઈના સંરક્ષણ માટેઃ હાઈકોર્ટ વરસી

મહિલા વકિલન સોશિયલ મીડિયા પર મોતની ધમકીની ફરિયાદ નહીં લેવા બદલ પોલીસ અધિકારીની ઝાટકણી

 મુંબઈ :  મહિલા વકિલની સલામતી સબંધી બાબતમાં પુણેના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરની વર્તણૂકને લઈને બોમ્બે હાઈ કોર્ટે ઝાટકણી કાઢી હતી.

એડવોકેટ નૂર યાકૂબ સય્યદે બે અરજીઓ  કરી હતી જેમાં તેણે પોતાને સોશ્યલ મીડિયા પર મળી રહેલી મોતની ધમકી સંબંધી ફરિયાદ પર કોઈ પગલાં નહીં લેવામાં આવતા હોવાનો વરિષ્ઠ ઈન્સ્પેક્ટર સરદાર પાટીલ સામે આરોપ કર્યો હતો. આટલું જ નહીં પોતે ફરિયાદ કરતાં  પોલીસ અધિકારીએ તેનું અપમાન કર્યું હોવાનો પણ આરોપ કર્યો હતો.

તમે ફેસબુક પોસ્ટની નોંધ  ત્યારે જ લો છો જ્યારે કોઈ રાજકારણી સામે પોસ્ટ કરાઈ હોય? આ બાબત સંવેદનશીલ નથી? અપમાનાસ્પદ શબ્દોનો પ્રયોગ થતો હોય તો એ ગુનો બનતો નથી? પોલીસ સ્ટેશનમાં આવતી વ્યક્તિની સામાન્ય અપેક્ષા હોય છે કે પોલીસ અધિકારી કાયદા અનુસાર વર્તાવ કરે. તમે રક્ષણ કરવા બેઠા છો કે તરફેણ કરવા? અધિકારીના આવા વર્તાવ અને ભાષાપ્રયોગની અમે નિંદા કરીએ છીએ, એમ ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ઢરેએ જણાવ્યુંહતું.

સય્યદે કરેલા દાવા અનુસાર અધિકારીએ  કહ્યું હતું કે  અન્ય ધર્મના પરિવારને મુશ્કેલીમાં મૂકવા બદલ તને શર્મ આવવી જોઈએ. આવાતની કોર્ટે નોંદ લીધી હતી. આને લીધે બે સમુદાય વચ્ચે ણબનાવ થઈ શકે છે આપણે આની પરવાનગી કઈ રીતે આપી શકીએ. હવે ફરિયાદ નોંધીને તેનો નિકાલ કરવામાં આવશે, એમ જણાવીને જજે કોર્ટમાં હાજર પાટીલને અરજદારની ફરિયાદ પર કાયદા અનુસાર પગલાં લેવાનો નિર્દેશ આપીને સંબંધીત સીસીટીવી ફૂટેજ સાચવવા જણાવ્યું છે.

સય્યદના વકિલે જણાવ્યા મુજબ હાઉસિંગ સોસાયટીની એડ હોક કમિટી મેઈન્ટેનન્સના નામે મોટી રકમ ઉઘરાવતી હતી અને પાણી પુરવઠો કાપવાની ધમકી આપતી હતી.  ફરિયાદી તેના ઘરમાંથી બહાર ન આવે તેની તકેદારી લેવા અન્ય સભ્યોને લોબીમા ંબેસાડવામાં આવ્યા હતા. 

વકિલે જણાવ્યુંહતું કે અગાઉ ૪૦ જણ તલવાર અને હોકી સ્ટીક લઈને તેના ઘર પાસે ઊભા રહ્યા હતા અને મકાનના સીસીટીવી કેમરાની લાઈટ બંધ કરીને તેને નીચે આવવા જણાવ્યું હતું. છેવટે પોલીસે આવતાં તેેને પોલીસ સ્ટેશન સાથે જવા કહ્યું હતું પણ તેણે ઈનકાર કરતાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.


Gujarat