કોર વોટબેન્કમાં ટિકિટો વહેચાતાં ભાજપને ફાયદો
ભાજપને ૯૫માંથી ૭૮ બેઠક મળી તેમાંથી ૧૯ ઉમેદવારો ગુજરાતી, મારવાડી, જૈન સમાજના
મુંબઈ - મીરા ભાયંદરમાં ગુજરાતી , મારવાડી, જૈન ઉેમેદવારોને ટિકિટ વહેંચણીમાં પ્રાધાન્ય આપવાનો ભાજપનો વ્યૂહ ફળ્યો છે. અહીંથી મોટી સંખ્યામાં ગુજરાતી, જૈન, મારવાડી ઉમેદવારો ચૂંટાયા છે.
મીરા ભાયંદરમાં ભાજપને ૯૫માંથી ૭૮ બેઠકો મળી છે. ભાજપે ગુજરાતી, જૈન, મારવાડી સમાજના ૧૯ ઉમેદવારોને ટિકિટ આપી હતી.
ચૂંટણીમાં વિજયી થયેલા ઉમેદવારોમાં ભાવ્યા પીપલીયા, પ્રીતિ ચંદ્રકાંત જૈન, ભરત નાથમલ કોઠારી, પરેશ જયંતિલાલ શાહ, સુનીતા રમેશ જૈન, ભવ્ય શાહ, દિનેશ જૈન, સીમા શાહ, ડિમ્પલ વિનોદ મહેતા, રાકેશ શાહ, દિપ્તી ભટ્ટ, હેતલ પરમાર, અનિલ વિરાણી, હેમા બેલાની, વર્ષા ભાનુશાળી, યોગિતા શર્મા, હસમુખ ગેહલોત, રવિ વ્યાસ, ભગવતી શર્મા નો સમાવેશ થાય છે.


