Get The App

સ્ટેનોગ્રાફર ભરતી રદ થવાથી લાખો વિદ્યાર્થીઓમાં રોષ

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
સ્ટેનોગ્રાફર ભરતી રદ થવાથી લાખો વિદ્યાર્થીઓમાં રોષ 1 - image

સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ

પાંચ-છ વર્ષથી તાલીમ લઈ રહેલા  વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું

મુંબઈ  -  રાજ્ય સરકારના સ્ટેનોગ્રાફર ભરતી રદ કરવાનો નિર્ણય હવે વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. એક તરફ સરકાર નવી ભરતી જાહેર કરતી નથી, તો બીજી તરફ હાલની પોસ્ટોને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે રાજ્યના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે.

  સ્ટેનોગ્રાફી માટે છેલ્લા ચારથી પાંચ વર્ષથી તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ સરકારના આ નિર્ણય સામે કડક વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, સ્ટેનોગ્રાફરની પોસ્ટને મૃત જાહેર કરવી યોગ્ય નથી અને ભરતી પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ. અચાનક લેવાયેલા આ નિર્ણયથી તેમના કારકિર્દી પર ગંભીર અસર પડી રહી છે.

 પુણેમાં વિદ્યાર્થીઓએ આ મુદ્દે ઉગ્ર પ્રદર્શન કરી મહારાષ્ટ્ર પબ્લિક સવસ કમિશન(એમપીએસસી) સામે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ સરકારને આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. ઘણા વિદ્યાર્થીઓ છેલ્લા પાંચથી છ વર્ષથી તાલીમ લઈ રહ્યા છે અને હવે ભરતીની આશા રાખતા હતા, ત્યારે આ નિર્ણયથી તેઓમાં ભારે નિરાશા ફેલાઈ છે.

વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે, જો સરકાર આ નિર્ણય પર પુનવચાર નહીં કરે, તો તેઓ રાજ્યભરમાં રસ્તા પર ઉતરીને આંદોલન કરશે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય મોટો ઝટકો સાબિત થયો છે, કારણ કે તેઓ લાંબા સમયથી આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તૈયારી કરી રહ્યા હતા.

વિદ્યાર્થીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, અમે વર્ષો સુધી તૈયારી કરી, હવે અચાનક ભરતી જ રદ થઈ જાય તો અમારું શું? હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે, તેની તરફ સમગ્ર રાજ્યના ઉમેદવારોની નજર ટકેલી છે.