Get The App

કોચર દંપતીએ મિલકત ટાંચમાં લેવાની ઈડીની કાર્યવાહીને હાઈકોર્ટમાં પડકારી

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
કોચર દંપતીએ મિલકત ટાંચમાં લેવાની ઈડીની કાર્યવાહીને હાઈકોર્ટમાં પડકારી 1 - image

વિડિયોકોન લોન કૌભાંડ સંબંધી મની લોન્ડરિંગનો કેસ

ઈડી પ્રક્રિયા  બાહ્ય કાર્યવાહી કરી રહી હોવાની દલીલઃ અદાલતે ઈડીને તા. ૧૬ ડિસે. સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું

મુંબઈ -  આઈસીઆઈસી બેન્કના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તેમની મિલકતને ટાંચ મારવાના પગલાંને પડકાર્યું છે. વિડિયોકોન લોન કૌભાંડ સંબધી મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી થઈ છે.

ઈડીની કાર્યવાહીને બાહલ કરતા સ્મગ્લર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (ફોરફીચર ઓફ પ્રોપર્ટી ) એક્ટ (સાફેમા) હેઠળ એપલેટ ટ્રિબ્યુનલના આદેશ સામે તેમણે કોર્ટમાં અપીલ કરી છે.

બુધવારે બેન્ચ સમક્ષ આ પ્રકરણની સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે ઈડીને જવાબ નોંધાવવા સમય આપીને ૧૬ ડિસેમ્બર પર સુનાવણી રાખી છે.

અરજીમાં જણાવ્યા મુજબ સૂચિત પ્રક્રિયાની બાહ્ય ઈડીની કાર્યવાહી હોવાનો દાવો કરાયો છે. ઈડીએ ૭૦ કરોડની મિલકત પર ટાંચ મારતાં તેમણે પીએમએલએ હેઠળ બહાલી માટે અડજુડિકેટિંગ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો. ઓથોરિટીએ સમગ્ર ટાંચને સમર્થન આપ્યું નહોતું. 

મુંબઈના ફ્લેટ અને વિન્ડ પાવર એસેટ્સની ટાંચને સમર્થન આપ્યું હતું.આથી ઈડીએ સાફેમા ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી જેને ઓથોરિટીના આદેશને રદ કરીને સમગ્ર ટાંચને માન્ય કરી હતી.