એક ઈન્ફ્લુએન્સર દ્વારા કિયારા પર આરોપ
વૃદ્ધા ભૂલથી કિયારાની સીટ પર બેસી જતાં કિયારાએ બહુ ખરાબ રીતે મોઢું ચઢાવ્યું
મુંબઈ - યારા અડવાણી ફલાઈટમાં એક વૃદ્ધા સાથે તોછડાઈથી વર્તી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
એક ઈન્ફ્લુએન્સરે કરેલી પોસ્ટ મુજબ તે અને તેની વૃદ્ધ માતા ફલાઈટમાં જયપુરથી મુંબઈ આવી રહ્યાં હતાં. આ જ ફલાઈટમાં કિયારા અને કાર્તિક આર્યન પણ હતાં. વૃદ્ધા ભૂલથી કિયારાની સીટ પર બેસી ગયાં હતાં. તે પછી એરહોસ્ટેસએ વૃદ્ધાને તેમની સીટ સુધી જવામાં મદદ કરી હતી. આ વખતે કિયારા વૃદ્ધા સાથે બહુ તોછડાઈથી વર્તી હતી. તેણે વૃદ્ધા બે ઘડી તેની સીટ પર બેઠાં તેના કારણે જાણે તેની સીટ અતિશય ગંદી થઈ ગઈ હોય તે રીતે મોઢું ચઢાવ્યું હતું.
આ પોસ્ટ અંગે નેટ યૂઝર્સ દ્વારા અનેક કોમેન્ટ કરવામાં આવી હતી. કેટલાક યૂઝર્સએ લખ્યું હતું કે કિયારા વાસ્તવિક જિંદગીમાં અતિશય ગુમાની અને તોછડી હોવાના કિસ્સા તેમણે પણ સાંભળ્યા છે. જોકે, કેટલાક ચાહકોએ કિયારાનો બચાવ કરતાં લખ્યું હતું કે મારી સીટ પર અન્ય કોઈ વ્યક્તિ બેસી જાય તો મારું રિએક્શન પણ કિયારા જેવું જ હોય. કિયારાએ જે કર્યું તે બહુ સહજ હતું.


