સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
4 વર્ષનો સોનાર્શ હૈદરાબાદમાં બિલ્ડિંગની લિફ્ટમાં ફસાઈ ગયો
મુંબઈ - 'કેજીએફ' તથા 'સલાર' સહિતની ફિલ્મોના સહ દિગ્દર્શક કિર્તન નાદગૌડાનો ચાર વર્ષનો પુત્ર સોનાર્થ હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાને લિફ્ટમાં ફસાઈ ગયા બાદ ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. આ કરુણ બનાવથી સાઉથની ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સોનાર્થ પરિવારજનોના ધ્યાન બહાર જ લિફ્ટમાં ગયો હતો અને તેમાં વચ્ચે ફસાઈ ગયો હતો. ભારે દોડધામ અને જહેમત બાદ તેને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. કિર્તન નાદગૌડા તથા તેની પત્ની સમૃદ્ધિ પટેલ પર આફતનો પ્હાડ તૂટી પડયો હતો.
આ બનાવ અંગે પરિવારે કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ જાહેર કર્યું ન હતું પરંતુ પવન કલ્યાણ સહિતના ઈન્ડસ્ટ્રીના મહાનુભવોએ શોક સંદેશા વ્યક્ત કર્યા બાદ લોકોને આ વિશે જાણ થઈ હતી.


