Mumbai

કેટરિના કૈફનો બેબી બમ્પ સાથેનો ફોટો વાયરલ

By GS TEAM
21 Sep 20251 min read
કેટરિના કૈફનો બેબી બમ્પ સાથેનો ફોટો વાયરલ

જોકે આ તસવીર રિયલ છે કે એડિટેડ છે તેની જાણકારી સ્પષ્ટ નથી

મુંબઇ -  કેટરિના કૈફ  પ્રેગનન્ટ હોવાની અફવા ચાલી રહી છે. હાલમાં પણ તેના નજીકના સૂત્રે તે ઓકટોબર-નવેમ્બરમાં પ્રથમ બાળકને જન્મ આપે તેવી શક્યતા દર્શાવી હતી. તેમજ કેટરિના અને વિક્કી કૌશલ જલદી જ પ્રેગનન્સીની ઘોષણા કરશે તેમ પણ કહ્યું હતું. હવે જણાય છે કે, કેટરિના પોતાની પ્રેગનન્સીની ઘોષણા કરવાની છે. હાલમાં જ  બેબી બમ્પ સાથેની તેની તસવીર  વાયરલ થઇ છે. આ તસવીરમાં અભિનેત્રી પોતાનો ફોટો શૂટ કરાવી રહી છે. જેમાં તેનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે. જોકે આ તસવીર રિયલ છ ેકે, એડિટેડ છે તેની જાણ થઇ નથી. 

ઉલ્લેખનીય છે કે, કેટરિનાની પ્રેગનન્સીની  ચર્ચા ૩૦ જુલાઇના રોજ જ શરૃ થઇ ગઇ હતી. અભિનેત્રીનો એક વીડિયો વાયલ થયો હતો જેમાં તે ફેરી પોર્ટમાં નજરે ચડી હતી.

કેટરિના હાલ લાંબા સમયથી રૃપેરી પડદે જોવા મળી નથી. તે કોઇ નવો  પ્રોજેક્ટ સાઇન ન કરી રહી હોવાથી પણ તેની ગર્ભાવસ્થાની અફવાઓ આવ્યા કરે છે.