એઆઈ-જનરેટેડ કન્ટેન્ટ અને ડીપફેક્સ સામે રક્ષણની માગ
ઓનલાઈન પ્લેટફોર્મ પર વ્યક્તિત્વના અનધિકૃત વ્યાવસાયિક શોષણનો આરોપ
મુંબઈ - અભિનેતા કાતક આર્યને ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાના વ્યક્તિત્વ અધિકારોના કથિત દુરુપયોગ બદલ બોમ્બે હાઈકોર્ટમાં આઈપી દાવો દાખલ કર્યો છે. અભિનેતાએ પોતાના નામ છબી અને સમાનતાના અનધિકૃત ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેમાં એઆઈ-જનરેટેડ કન્ટેન્ટ અને ડીપફેક્સનો સમાવેશ થાય છે.
કાતક આર્યન વ્યક્તિત્વ અધિકારોના કથિત ઉલ્લંઘન અંગે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે.
સેલિબ્રિટી ઓળખના ડિજિટલ દુરુપયોગ અંગે વધતી ચિંતાઓ વચ્ચે, કાતક આર્યનએ બોમ્બે હાઈકોર્ટમાં ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી (આઈપી) દાવો દાખલ કર્યો છે, જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર તેમના વ્યક્તિત્વનો અનધિકૃત વ્યાવસાયિક શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, અરજીમાં ઘણા ભારતીય અને આંતરરાષ્ટ્રીય ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉલ્લેખ છે. અરજીમાં અજાણ્યા 'જ્હોન ડો'વ્યક્તિઓના નામનો પણ ઉલ્લેખ કરાયો છે જે કાર્તિકના નામ, છબી સહિતની બાબતોનો વિનાપરવાનગીએ ઉપયોગ કરે છે.
અરજી અનુસાર અભિનેતાની ઓળખનો કથિત રીતે જાહેરાતો અને અન્ય ડિજિટલ ફોર્મેટમાં દુરુપયોગ થઈ રહ્યો છે, જે તેમના પ્રચાર અને ગોપનીયતા અધિકારોનું ઉલ્લંઘન કરે છે. કાતકે પ્રતિવાદીઓને તેમના ફોટા, વિડિઓઝ, અવાજ અથવા કોઈપણ વ્યક્તિગત ગુણોનો વ્યાપારી લાભ માટે ઉપયોગ કરવાથી રોકવા માટે કાયમી મનાઈ હુકમ માંગ્યો છે.. આ કેસની સુનાવણી ૯ એપ્રિલે થવાની છે.


