કાર્તિક આર્યને અલીબાગમાં 2 કરોડ રૃપિયાનો પ્લોટ ખરીદ્યો
2000 સ્કે. ફૂટ ધરાવતા આ પ્લોટ પર અભિનેતા મુંબઇની નજીક પોતાનું ઘર બનાવશે
મુંબઇ - કાર્તિક આર્યન્ હાલ નવી પેઢીનો માનીતો અભિનેતા બની ગયો છે. ૩૪ વર્ષીય કાર્તિક આર્યને હાલ અલીબાગમાં ૨ કરોડ રૃપિયાનું રોકાણ કરીને ૨૦૦૦ સ્કે. ફૂટનો એક પ્લોટ ખરીદ્યો છે. જેના પર તે પોતાનું એક વૈભવી ઘર બનાવવા માંગે છે.
અભિનેતાએ કહ્યું હતુ ંકે, આજે મુંબઇની નજીક જમીનમાં રોકાણ કરવા માટે અલીબાગ સૌથી રોમાંચક જગ્યામાંનું એક બની ગયું છે. મુંબઇની નજીક હું એક વૈભવી ઘર બનાવવાની યોજના કરી રહ્યો છું. મારી કારકિર્દી દરમિયાન પ્રથમ વખત મેં જમીનમાં રોકાણ કર્યું છે. મને અંહી રોકાણ કરવાનો સંતોષ અને ખુશી છે.
ઉલ્લેખનીય છે કે, કાર્તિક આર્યને પોતાની કારકિર્દી દરમિયાન ૨૦૧૯માં વરસોવામાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. જૂન ૨૦૨૩માં અભિનેતાએ જુહુમાં ંબે લકઝરી અપાર્ટમેન્ટ ખરીદ્યા હતા. જેની પ્રત્યેકની કિંમત ૧૭.૫ કરોડ રૃપિયાથી વધુ હતી. જેમાંનો એક ૧,૯૧૨ સ્કે. ફૂટ ધરાવતા ફ્લેટને ૪.૫ લાખ રૃપિયાના માસિક ભાડા પેઠે પર આપવામાં આવ્યો હતો.