બાળકોનાં સ્કૂલ ફંકશનમાં સમોસાની મોજ
કરણ જોહરે વિડીયો ઉતારી વાયરલ કરી દીધોઃ કરીનાએ કરણની જમ્બો સેન્ડવિચ સાથેની તસવીર પોસ્ટ કરીે
મુંબઈ - કરીના કપૂર ફિટનેસ ક્રેઝી મનાય છે અને તેણે ઝીરો ફિગર અચીવ કર્યું હતું ત્યારે તેના ડાયેટના દાખલા દેવાતા હતા. સોશિયલ મીડિયા પર કરીનાના ડાયેટિશિયન્સ પણ એટલા જ પોપ્યુલર છે પરંતુ હાલમાં કરીના કપૂર મસમોટું સમોસું આરોગતી હોય તેવો વિડીયો વાયરલ થતાં તેના ચાહકોેને પણ નવાઈ લાગી હતી.
કરીના કપૂર સહિતનાં અનેક સેલેબ્સ તેમનાં બાળકોનાં સ્કૂલ ફંકશનમાં પહોંચ્યાં હતાં. તેમાં એક તરફ ફંકશન ચાલી રહ્યું હતું ત્યારે કરીના બેઠાં બેઠાં જમ્બો સમોસાંની મોજ માણતી હતી. કરણ જોહરે કરીનાનો સમોસા આરોગતો વિડીયો શૂટ કરી લીધો હતો અને તે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. તેની સાથે કરણે જણાવ્યું હતું કે જે લોકો એમ માનતા હોય કે કરીના તો બહુ કડકાઈથી ડાયેટ ફોલો કરે છે, આ વિડીયો એમના માટે છે, જુઓ એ કેટલું મોટું સમોસું આરોગી રહી છે. કરીના ખરેખર કાર્બી ડોલ પુરવાર થઈ છે.
કરીનાએ વાતનો બદલો લેવા માટે કરણ જોહર એક જમ્બો સેન્ડવિચ આરોગતો હોય તેવી તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે જુઓ કરણ પણ આવું બધું ખાય છે.
ઉલ્લેખનીય છે કે ચુસ્ત ડાયેટ પર રહેલા લોકો અને જે લોકો પોતાના શરીર પર એક ઈંચ પણ ચરબી ના વધે તે માટે બહુ કાળજી લેતા હોય તેઓ સમોસાને તો ખાસ એવોઈડ કરે છે.


