વધુ
એક માર્કેટિંગ ગિમિક હોવાની અટકળ
આલિયા, શાહરુખ, કાજોલ સહિતના નિકટના લોકોને પણ અનફોલો કરી દીધા
મુંબઇ -
કરણ જોહરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શાહરુખ, કાજોલ, આલિયા સહિત મોટાભાગના સેલિબ્રિટીઓને અનફોલો
કરી દીધા છે. કરણ જોહરે એવો દાવો કર્યો છે કે પોતે થોડા સમય માટે ડિજિટલ ડિટોક્સ
પર રહેવા માગે છે. આથી તેણે આ પગલું લીધું છે.
કરણના
દાવા અનુસાર સોશિયલ મીડિયા પર તેનો
બહુ સમય વેડફાઈ જતો હોવાથી તેણે આ પગલું
ભર્યું છે.
જોકે, કરણનો આ દાવો
ઈન્ડસ્ટ્રીમાં કોઈને ગળે ઉતર્યો નથી. કરણ તેના અંગત ગૂ્રપના સેલિબ્રિટીઓ સાથે સતત
ચેટ્સ દ્વારા સંપર્કમાં રહેતો હોય છે. કરણની કંપની સંખ્યાબંધ સ્ટાર્સ માટે ટેલેન્ટ
મેનેજમેન્ટનું કામ કરે છે તેમા ંતેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટસ સંભાળવાનો પણ સમાવેશ
થાય છે. ટૂંકમાં કરણ જોહરે આ સ્ટાર્સની ગતિવિધિઓ વિશે જાણવા કે તેમને પોતાના વિશે જણાવવા સોશિયલ મીડિયાની કોઈ ગરજ જ નથી.
આ
સંજોગોમાં કરણે વધુ એક માર્કેટિંગ તિકડમ માટે આવું કર્યું હોવાનું મનાઈ રહ્યું છે.


