Get The App

ચેન્નઈમાં શ્રીદેવીની પ્રોપર્ટીના કેસમાં કપૂર પરિવારની જીત

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
ચેન્નઈમાં શ્રીદેવીની  પ્રોપર્ટીના કેસમાં કપૂર પરિવારની જીત 1 - image

હાઈકોર્ટે વેચાણ સામેનો દાવો ફગાવી દીધો  

શ્રીદેવીને જમીન વેચનારના પરિવારજનોએ  અનેક દાયકા પછી કેસ કર્યો હતો

મુંબઇ - શ્રીદેવીએ ચેન્નઈમાં ૧૯૮૮માં ખરીદેલી એક પ્રોપર્ટી બાબતે થયેલા દાવામાં બોની કપૂર તથા જાહ્નવી તથા ખુશીનો વિજય થયો છે. આ જમીનના વેચાણને પડકારતી અરજી મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધી છે.

શ્રીદેવીએ જેેમની પાસેથી આ જમીન ખરીદી હતી તેમના વારસોએ આ સોદાને પડકારતો  કેસ દાયકાઓ બાદ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ જમીન વેચવાનો જે તે સમયે કાયદેસરનો અધિકાર નહીં ધરાવતી વ્યક્તિએ આ સોદો કર્યો હતો અને તેથી આ વેચાણખત જ ગેરકાયદેસર છે. ચેંગપટ્ટુની કોર્ટે આ દાવાને સ્વીકારી તેના પર કામ ચલાવવા નિર્ણય કર્યો હતો. જોકે, હવે હાઈકોર્ટે નીચલી કોર્ટનના ઓર્ડરને ફગાવી દીધો  છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે મૂળ વેચાણ ખતના દાયકાઓ બાદ આ કેસ થયો છે જે એડમિટ કરી શકાય નહીં.

શ્રીદેવીએ ઈસ્ટ કોસ્ટ રોડ પર આવેલી ૨.૭ એકર જમીનની ખરીદી કરી હતી. તેણે જેની પાસેથી જમીન ખરીદી હતી તેમના પરિવારમાં સંપત્તિ બાબતે વિવાદના લીધે આ કેસ થયો હતો.