કન્નડ એક્ટર ધુ્રવ સરજાને પ્રમાણિકતા દર્શાવવા 3 કરોડ જમા કરવા આદેશ

પૈસા લીધા બાદ ફિલ્મમાં કામ ન કરતાં છેંતરપિંડીની ફરિયાદ
એફઆઈઆર રદ કરાવવાની અરજી કરતાં હાઈકોર્ટે કહ્યું, તમારો કોઈ બદઈરાદો નથી તે દર્શાવવા પહેલાં રકમ જમા કરાવો
મુંબઈ - ત્રણ કરોડ રુપિયા લીધા બાદ ફિલ્મમાં કામ કરી દેવાનો ઈન્કાર કરવા બદલ નોંધાયેલી છેંતરપિંડીની ફરિયાદ રદ કરાવવા માટે ધુ્રવ કુમાર તરીકે ઓળખાતા કન્નડ અભિનેતા ધુ્રવ સરજાને તેમની પ્રમાણિકતા પુરવાર કરવા પહેલાં ત્રણ કરોડ રુપિયા જમા કરાવવાનો આદેશ બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે.
નિર્માતા રાઘવેન્દ્ર હેગડેએ ધુ્રવ સરજા પર નવ કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. હેગડેના આરોપ મુજબ ધુ્રવ સરજાને સાઈન કર્યા બાદ ફિલ્મ બનાવવા માટે તેમણે વિવિધ સંસ્થાઓ પાસેથી લોન લીધી હતી. તેમના પર ૪૩ કરોડનું દેવું થઈ ગયું હતું. આટલું દેવું કર્યા બાદ ધુ્રવ સરજાએ અચાનક જ ફિલ્મ છોડી દઈ છેતરપિંડી આચરી હતી.
હેગડેએ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ધુ્રવ સરજા સામે છેતરપિંડી, છેતરપિંડી વગેરેના વિવિધ આરોપો હેઠળ કેસ નોધાવ્યો હતો. ે સરજાએ ન્યાયાધીશ અજય ગડકરી અને રાજેશ પાટિલની ડિવિઝન બેન્ચ સમક્ષ અરજી કરી આ ફોજદારી કેસને રદ કરવાની માંગ કરી હતી.
સોમવારે આ અરજીની સુનાવણી વખતે સરજા વતી રજૂઆત કરાઈ હતી કે ૨૦૧૯મા ફિલ્મ માટે કરાર થયો હહતો અને અમે ત્રણ કરોડ સ્વીકાર્યા હતા એ હકીકત છે. જોકે, ૨૦૨૩ સુધી આ પ્રોજેક્ટમાં કોઈ પ્રગતિ થઈ ન હતી. હેગડેએ એકથી વધુ વાર વાર્તામાં ફેરફારો કર્યા હતા. જુલાઈ ૨૦૨૫ મા હેગડએ ે સરજાને સંદેશ મોકલ્યો કે તેઓ તેમના એક રોકાણકાર સાથે વાત કરી સહયગોની ખાતરી આપે.
ત્યારબાદ, ૧૫ જુલાઈ, ૨૦૨૫ ના રોજ, હેગડેએ અંબોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેને પાછળથી એફઆઈઆરમાં રૃપાંતરિત કરવામાં આવી. હેગડેએ આરોપ લગાવ્યો છે કે સરજાએ કોલ્સ કે મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતું અને તેથી તેમને અભિનેતા વિરુદ્ધ કેસ નોંધાવવાની ફરજ પડી હતી. આ દલીલનો વિરોધ કરતા સરજાના વકીલે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટે ક્યારેય હેગડે સાથે કામ કરવાનો ઇનકાર કર્યો ન હતો, પરંતુ અચાનક જ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
આ દલીલો સાંભળ્યા બાદ ગડકરીએ કહ્યું હતું કે સરજા પોતે આ રકમ ગૂપચાવી જવાની દાનત ધરાવતા નથી તેવું પુરવાર કરવા માટે પહેલાં કોર્ટ રજિસ્ટ્રીમાં ત્રણ કરોડ રુપિયા જમા કરાવે. અદાલતે આ મુદ્દે વચગાળાની રાહત માટે પણ ઈન્કાર કર્યો હતો અને સુનાવણી આવતા મહિના પર મુલત્વી રાખી દીધી હતી.








