ક્વીન ટૂ માટે કંગના દ્વારા પબ્લિસિટી શરુ
એક કેરેક્ટર લૂકનો ફોટો કોઈએ અનાયાસે પાડી લીધો હોવાનો કંગનાનો દાવો
મુંબઈ
- કંગના રણૌતે તેની આગામી
ફિલ્મ 'ક્વીન ટુ' માટે પબ્લિસિટી શરુ
કરી દીધી હોવાનો સંકેત મળ્યો છે. કંગાના ગળામાં મંગળસૂત્ર અને હાથમાં લીલી બંગડીઓ
પહેરી ક્યાંક જઈ રહી હોવાનો લૂક વાયરલ કરાયો હતો.
દેખીતી રીતે જ આ તસવીર બાદ કંગનાએ સિક્રેટ મેરેજ કરી લીધાં છે કે શું તેવી
ચર્ચા ઉડે તેવો આશય હતો. થોડા કલાકો
બાદ કંગનાએ જાતે સોશિયલ મીડિયા પર
સ્પષ્ટતા કરી હતી કે આ તો પોતે એક ફિલ્મ કેરેક્ટરના લૂકમાં હતી તે દરમિયાન અનાયાસે
કોઈએ ફોટો પાડી લીધો હતો.
જોકે,
કંગનાની આ તરકીબ ખાસ કામે લાગી ન હતી. લોકોએ પહેલેથી જ આ લૂક જોઈને
ચુકાદો આપી દીધો હતો કે કંગના 'ક્વીન ટૂ'નાં શૂટિંગ માટે જઈ રહી હોય તેમ
લાગે છે.
કંગનાએ ૨૦૧૫ પછી એક પણ હિટ ફિલ્મ આપી નથી. આથી, તે તેની
આગામી ફિલ્મ હિટ કરાવવા માટે ભરપૂર પ્રયાસ
કરી રહી છે.


