Get The App

હિંદુત્વના અગ્રણીઓની ધરપકડનું દબાણ હોવાનો કે. પી. રઘુવંશીનો દાવો

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
હિંદુત્વના અગ્રણીઓની ધરપકડનું દબાણ હોવાનો કે. પી. રઘુવંશીનો દાવો 1 - image

એટીએસના ભૂતપૂર્વ વડાનો સ્ફોટક ખુલાસો

આરએસએસના પદાધિકારીની ધરપકડ નહીં કરતાં તેમને પદ પરથી હટાવવામાં આવ્યાનો પુસ્તકમાં ઉલ્લેખ

મુંબઈ - શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે અને આરએસએસના હોદ્દેદાર ઈંદ્રેશ કુમારની ધરપકડનું દબાણ તેમના પર કારકીર્દીના વિવિધ તબક્કાઓ પર આવ્યંુ હતું તેવું આઈપીએસના ભૂતપૂર્વ ઓફિસર કેપી રઘુવંશીએ કહ્યું છે. રઘુવંશીએ આ દાવો પોતાની આત્મકથા 'ટ્રબલ શૂટર'માં કર્યો હતો. ૧૯૯૩ મુંબઈ કોમી રમખાણો કેસના સંદર્ભમાં બાળ ઠાકરેને ધરપકડ કરવાનું દબાણ તેમના પર આવ્યું હતું. તેવો દાવો તેમણે પુસ્તકમાં કર્યો છે. ૨૦૦૮ માલેગાવ વિસ્ફોટ કેસમાં આરએસએસના પદાધિકારી ઈંદ્રેશકુમારની ધરપકડ માટે તત્કાલીન યુપીએ સરકારના એક વરિષ્ઠ પ્રધાને કર્યો હતો. ઈંદ્રેશકુમારની ધરપકડ કરવા પુરાવાઓ નથી તેવું કહી રઘુવંશીએ પ્રધાનનો આદેશ માનવા ઈન્કાર કર્યો હતો. ૧૯૮૦ના બેચના આઈપીએસ અધિકારી રઘુવંશીએ ૩૫ વર્ષ સર્વિસ કરી હતી અને વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. રઘુવંશીએ મુંબઈ રમખાણ અંગેના શ્રીકૃષ્ણા કમિશન રિપોર્ટનો અમલ કરવા અંગે નિમાયેલા એસટીએફ (સ્પેશિયલ ટાસ્ટ ફોર્સ)ના વડા હતા. મહારાષ્ટ્ર એટીએસના પણ હેડ હતા અને ગડચિરોલીમાં સી-૬૦ ફોર્સ ઊભો કર્યો હતો. તેમણે થાણે પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી હતી.

રઘુવંશીની એટીએસ ચીફ તરીકેની મુદત પૂરી થવા તે અગાઉ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ટ્રબલ શૂટર પુસ્તકમાં રઘુવંશીની ગડચિરોલીમાં હતા ત્યારના કેટલાક બનાવોનો પણ ઉલ્લેખ થયો છે. રાજકારણીઓ, નક્સલવાદી, ગેંગસ્ટર્સ અને પોલીસ દળમાંના તેમના સાથીઓના અનુભવોનં વર્ણન પણ કરાયું છે. મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સના ડાઈરેક્ટર જનરલ પદ પરથી રઘુવંશી ૨૦૧૫માં નિવૃત્ત થયા હતા. આઈપીએસના ફ્રેન્ચાઈઝ રાજસ્થાન રોયલ્સના વિજિલન્સ યુનિટના વડા તરીકે ફરજ બજાવે છે.