Get The App

'ન્યાયતંત્રમાં કારોબારીઓની દખલ ન હોવી જોઈએ...', સુપ્રીમ કોર્ટના CJIનું મોટું નિવેદન

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
'ન્યાયતંત્રમાં કારોબારીઓની દખલ ન હોવી જોઈએ...', સુપ્રીમ કોર્ટના CJIનું મોટું નિવેદન 1 - image


CJI News : ન્યાયતંત્ર કારોબારીની દખલગીરીથી મુક્ત હોવું જોઈએ તેવી ભારત રત્ન ડો. બી. આર. આંબેડકરની સંકલ્પના હતી તેમ ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈએ મહારાષ્ટ્રના વિધાનમંડળનાં બંને ગૃહોનું સન્માન સ્વીકાર્યા બાદ જણાવ્યું હતું. 

મહારાષ્ટ્ર વિધાન ભવનમાં સરકાર દ્વારા દ્વારા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ભૂષણ આર. ગવઈની નિયુક્તિ બાદ તેમનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે 'ભારતીય બંધારણ' પર બોલતા, તેમણે કહ્યું કે બંધારણ દેશમાં રક્તહીન ક્રાંતિનું શ રહ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા 75 વર્ષોમાં ભારતમાં સામાજિક-આથક સમાનતા લાવવા માટે ન્યાયતંત્ર, કારોબારી અને વિધાનસભાએ સાથે મળીને કામ કર્યું છે. બંધારણ તેની શતાબ્દી તરફ આગળ વધી રહ્યું છે. આ સમયગાળામાં પોતે ન્યાયિક પ્રક્રિયાનો ભાગ રહ્યા તે વાતની તેમને ખુશી છે. 

મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોએ સર્વાનુમતે અભિનંદન આપતા ઠરાવો પસાર કર્યા બાદ ગવઈએ પોતાના સંબોધનમાં  યાદ અપાવ્યું હતું કે ડો. આંબેડકરે કહ્યું હતું કે આપણે બધા બંધારણની સર્વોચ્ચતામાં માનીએ છીએ જે શાંતિ અને યુદ્ધ દરમિયાન દેશને એક રાખશે.

તેમણે કહ્યું હતું કે આપણા ત્રણ મુખ્ય સ્થંભ કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર છે. તેમાંથી ન્યાયતંત્રનું કરત્વય નાગરિક અધિકારોના રખેવાળ તરીકેનું છે. 

ચીફ જસ્ટિસએ આંબેડકરના શબ્દોને પણ ટાંકીને કહ્યું કે બંધારણ સ્થિર ન હોઈ શકે, તે ઓર્ગેનિક  હોવું જોઈએ અને વિકસિત થતું રહેવું જોઈએ. આવનારી પેઢી જે સમસ્યાઓનો સામનો કરી શકે છે તેનો વર્તમાન પેઢી અંદાજ લગાવી શકતી નથી, તેથી  બંધારણીય સુધારાઓની જોગવાઈ રખાઈ છે એમ તેમણે કહ્યું હતું. 

બંધારણના કારણે મહિલાઓ અને પછાત સમુદાયોને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં લાવી શક્યા છે.  આપણી પાસે એક મહિલા વડા પ્રધાન, બે મહિલા રાષ્ટ્રપતિઓ, પછાત સમુદાયોના કેઆર નારાયણન અને રામ નાથ કોવિંદ રાષ્ટ્રપતિ તરીકે, જીએમસી બાલયોગી અને મીરા કુમાર લોકસભા સ્પીકર તરીકે, અને પછાત વર્ગના ઘણા સભ્યો મુખ્ય સચિવ અને ડીજીપી તરીકે વિવિધ રાજ્યોમાં ઉચ્ચપદે રહ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા આપવામાં આવેલા સન્માનથી તેઆ ગદગદ થયા હતા. થયા હતા તેમણે.યાદ કર્યું હતું કે તેમના  પિતા આર.એસ ગવઈ ૩૦ વર્ષથી વધુ સમયથી રાજ્ય વિધાન પરિષદ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા.રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઇ) ના નેતા આર.એસ. ગવઈ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ તેમજ બિહાર, સિક્કિમ અને કેરળના રાજ્યપાલ  રહ્યા હતા. 

અગાઉ, વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભામાં  ગવઈને અભિનંદન આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક મહારાષ્ટ્ર માટે ગર્વની વાત છે. આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

રાજ્ય વિધાનસભા પરિષદમાં અધ્યક્ષ રામ શિંદે દ્વારા  પણ આવી જ અભિનંદન દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.

સેન્ટ્રલ હોલમાં આયોજિત એક સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભા વતી ગવઈનું સન્માન કર્યું હતું. 

24 નવેમ્બર, 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતી ખાતે જન્મેલા જસ્ટિસ ગવઈએ ગત  14 મેના રોજ સંજીવ ખન્ના પછી ભારતના બાવનમા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.

Tags :