Get The App

નાતાલ વેકેશનને પગલે લોનાવાલા, ગોવા હાઈવે પર જામ

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
નાતાલ વેકેશનને પગલે  લોનાવાલા,  ગોવા હાઈવે પર જામ 1 - image

નાતાલના વેકેશનમાં પર્યટન સ્થળો પર ભીડ 

મહાબળેશ્વર, ગોવા, પુણે જવા ૧૦ મિનીટનું અંતર કાપતાં કલાકો થયાં

મુંબઈ -  ગુરુવારથી ક્રિસમસની રજા પડતાં મુંબઈથી બહારની દિશામાં જતાં તમામ માર્ગો પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. તેમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે, મુંબઈ-ગોવા હાઈવે, મુંબઈ અમદાવાદ હાઈવે વગેરેનો સમાવેશ છે. ખંડાલા ઘાટ પર દોઢ-દોઢ કલાક સુધી વાહનો એક જ સ્થળે ટ્રાફિકમાં અટવાયાની સ્થિતિ સર્જાઈ હતી.

આજે સ વારથી મુંબઈથી પુણેની દિશામાં જતાં વાહનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. નાતાલ મનાવવા લોનાવાલા, પુણે અને મહાબળેશ્વર, ગોવા તરફ નીકળેલાં પર્યટકોને ટ્રાફિકનો મોટો ફટકો બેઠો હતો. સોમાટણે ફાટાથી દેહૂરોડ સુધી કલાકો સુધી વાહનો એક જ સ્થળે અટકી જતાં બાળકો, મહિલા તથા વૃદ્ધોને ભારે તકલીફ થઈ હતી.

રાયગઢ-પુણેને  જોડતા તામ્હિણી ઘાટ પર પણ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. પચ્ચીસમીની રજા ઉપરાંત શનિ-રવિની રજાનો લાંબો સપ્તાહાંત આવતા લોકો મોટી સંખ્યામાં બહારગામ ઉપડતાં ૧૦ મિનીટનો રસ્તો કાપતાં વાહનચાલકોને કલાકોનો સમય વિતતો જોવા મળ્યો હતો. રાજ્યના વિવિધ પર્યટનસ્થળો તથા દરિયા કિનારાઓ પર મોટી સંખ્યામાં માણસોની ભીડ જોવા મળી હતી. તે સાથે જ તમામ સ્થળે ઝગમગાટ જોવા મળ્યો હતો.