Mumbai
પૂરગ્રસ્ત 141 ગૌશાળાઓ માટે જૈન સમુદાય દ્વારા 1.38 કરોડનું દાન
By GS TEAM
15 Oct 20251 min read

જીવદયા મહોત્સવમાં દાન વિતરીત કરાયું
ગૌશાળાઓન ઘાસચારો તથા અન્ય ચીજો ખરીદવામાં મદદ મળશે
મુંબઇ - મુંબઇના જૈન સમુદાય દ્વારા મહારાષ્ટ્રમાં તાજેતરમાં પૂરથી અસર પામેલી ૧૪૧ ગૌશાળાઓને ૧.૩૮ કરોડ રૃપિયાનું દાન આવ્યુ ંહતું.
મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના સભ્ય પરેશ શાહના જણાવ્યા અનુસાર આ દાન ગૌશાળાઓને તેમના પશુઓ માટે ઘાસચારો અને આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવામાં મદદરૃપ બનશે. રાહત વિતરણના ભાગરૃપે દરેક ગૌશાળાને ૫૦ હજાર રૃપિયા મળ્યા હતા.
રવિવારે ચિંચપોકલીના જૈન મંદિરમાં ભારતીય પશુ કલ્યાણ બોર્ડના ગિરીશભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાયેલા 'જીવદયા મહોત્સવ' દરમિયાન આ દાન વિતરીત કરાયું હતું જેમાં શેઠ દામજી લક્ષ્મીચંદ ચેરિટેબલ ટ્રસ્ટે ૬૩ લાખ રૃપિયાનું દાન આપ્યું હતું સમુદાયે મુંબઇમાં પશુકલ્યાણ પહેલને મદદ કરવા માટે ૨૭ લાખની પશુ એમ્બ્યુલન્સ પણ શરૃ કરી છે.








