Get The App

સુકેશ ચન્દ્રશેખર પરના ડોક્યુ ડ્રામા માટે જેક્લિનને ઓફર

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
સુકેશ ચન્દ્રશેખર પરના ડોક્યુ ડ્રામા માટે જેક્લિનને ઓફર 1 - image


ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ડોક્યૂ સીરિઝ બનાવાશે 

જોકે, જેક્લિન પણ સહઆરોપી હોવાથી આ પ્રોજેક્ટ અંગે અવઢવમા

મુંબઇ -  મહાઠગ સુકેશ ચંદ્રેશેખર પર એક ડોક્યુમેન્ટ્રી વેબ સીરીઝ બનવાની તૈયારી થઇ રહી છે. કહેવાય છે કે, આ સીરીઝ માટે જેકલિન ફર્નાન્ડિસન પણ ઓફર કરવામાં આવી છે. 

 ૨૦૨૧થી  જેક્લિન  અન ેસુકેશના સંબંધોની ચર્ચા થઇ રહી છે.  સુકેશે ૨૦૦ કરોડ રૃપિયાની ખંડણી અને ઠગાઈની રકમ માંથી જેક્લિનને ભેટસોગાદો આપી હોવાના આરોપ છે. આ કેસમાં જેક્લિન પણ એક સહ આરોપી છે. આથી જેક્લિન આ ઓફર સ્વીકારવા અંગે ભારે અવઢવમાં છે. તે કદાચ આ ડોક્યુ સીરિઝમાં કામ કરવા અંગે કાનૂની સલાહ મેળવે તેવી પણ સંભાવના છે. 

જેક્લિન ઉપરાંત નોરા ફતેહી સહિતની અન્ય અભિનેત્રીઓનાં નામ પણ સુકેશ કેસમાં બહાર આવ્યાં હતાં. જોકે, તેમનો હજુ સુધી આ સીરિઝ માટે સંપર્ક કરાયો છે કે કેમ તે જાણવા મળ્યું નથી. 

આ વેબ સીરિઝનું  શૂટિંગ ૨૦૨૬ના ઉત્તરાર્ધમાં શરૃ કરવાની યોજના છે.


Tags :