ગિરગામના ઈસ્કોન મંદિરને 3જીવાર બોમ્બ સ્ફોટની - ધમકીનો મેઈલ

મંદિર અને આસપાસની સુરક્ષા વધારવામાં આવી
બોમ્બ સ્કવોડની તપાસમાં કાંઈ શંકાસ્પદ મળ્યું નહી
મુંબઈ - દક્ષિણ મુંબઈના ગિરગામમાં આવેલા ઈસ્કોન મંદિરને ત્રીજીવાર બોમ્બ સ્ફોટના ધમકીભર્યો ઈ-મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ધાર્મિક પરિસર તેમ જ આસપાસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ ધમકી ભર્યો ઈ-મેલ મળ્યા બાદ પોલીસના બોમ્બ સ્કવોડે મંદિર પરિસરની ઝીઁણવટભરી તપાસ હાથ ધરી હતી. જોકે આ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ મલી આવી નહોતી.
આ સંદર્ભે વિગતો અનુસાર ધમકીભર્યો આ ઈ-મેલ ઈસ્કોન મંદિરની વ્યવસ્થાપન સમિતિના સત્તાવાર ઈ-મેલ એડ્રેસ પર મોકલવામાં આવ્યો હતો. આ ધમકીભર્યો ઈ-મેલ ઈમેન્યુઅસલ સેકરન નામના ઈમેલ એકાઉન્ટ પરથી આવ્યો હોવાનું કહેવાય છે આ બાબતે ગામદેવી પોલીસ કેસ નોંધ્યો છે અને ઈ-મેલ મોકલનાર વ્યક્તિ અને તેના પાછળના આશયની તપાસ શરૃ કરી છે આ દરમિયાન પોલીસે મંદિર અને તેની આસાપસના સુરક્ષા વધારી દીધી છેૈ.
ગિરગાંવના ઈસ્કોન મંદિરમાં દરરોજ મોટા પ્રમામણમાં શ્રદ્ધાળુઓ આવે છે. તેવામાં આ ધમકી મળતા પોલીસે આ વાતને ગંભીરતાથી લઈ તપાસ શરૃ કરી છે અને સાયબર સેલની મદદથી ઈ-મેલ મોકલનાર અજાણ્યા વ્યક્તિને ઝડપી લેવાના પ્રયાસો હાથ ધર્યા છે આ રીતે મંદિરને થોડા જ મહિુનામાં લાગલગાટ ત્રીજીવાર બોમ્બ સ્ફોટની ધમકી મળી હોવાનું જાણવવા મળ્યું છે.








