Get The App

અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનના બ્લેકબોક્સની તપાસ ભારતમાં જ ચાલુ

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનના બ્લેકબોક્સની તપાસ ભારતમાં જ ચાલુ 1 - image


બ્લેક બોક્સ તપાસ માટે વિદેશ મોકલવામાં આવ્યું હોવાની અટકળોને ફગાવી  

મુંબઇ  -  આ મહિનાની શરૃઆતમાં અમદાવાદમાં ક્રેશ થયેલા એરઇન્ડિયાના પ્લેનનું બ્લેક બોક્સ ભારતમાં જ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી) દ્વારા તપાસવામાં આવી રહ્યું હોવાની માહિતી આજે ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આપી હતી. આ સાથે જ નાયડુએ એવી અટકળોને ફગાવી દીધી હતી કે તેને તપાસ માટે વિદેશ મોકલવામાં આવ્યું છે. બ્લેક બોક્સ એક નાનું ઉપકરણ છે જે ઉડાન દરમિયાન વિમાન વિશેની માહિતી રેકોર્ડ કરે છે. અને ઉડ્ડયન અકસ્માતોની તપાસમાં મદદ કરે છે.

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ ૧૨ જૂને બપોરે સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં જ ક્રેશ થઇ ગઇ હતી. જેના ૨૪૧ લોકો સહિત ૨૭૦ લોકો માર્યા ગયા હતા. જ્યારે એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો આ ઘટના બાદ ૧૩ જૂને એરઇન્ડિયાના બોઇંગ ૭૮૭-૮ ડ્રીમ લાઇનર પ્લેનનું બ્લેક બોક્સ ઘટના સ્થળ પરથી મળી આવ્યું હતું.

આ ઘટનાની તપાસ માટે બ્લેક બોક્સ વિદેશ મોકલવામાં આવશે તેવા કેટલાક મીડિયા અહેવાલો અંગે પૂછવામાં આવતા નાયડુએ કહ્યું હતું કે આ બધી અટકળો બ્લેક બોક્સ ભારતમાં છે અને હાલમાં તેની  તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇડી) દ્વારા કરવામાં આવી રહી છે બ્લેક બોક્સના ડેટા ક્યારે મેળવવામાં આવશે તે અંગેના પ્રશ્નના જવાબમાં નાયડુએ કહ્યું હતું કે તે ખૂબ જ ટેકનિકલ બાબત છે એએઆઇબીને તપાસ કરવા દો અને સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવાદો એમ તેમણે ઉમેર્યું હતું.

નાયડુ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઉડ્ડયન મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત હેલિકોપ્ટર અને સ્મોલ એરક્રાફ્ટ સમિટ ૨૦૨૫ના પ્રસંગે બોલી રહ્યા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે એક ઉચ્ચસ્તરીય પેનલની  રચના કરવામાં આવી છે અને તપાસ સરળતાથી આગળ વધી રહી છે. તેવું નાયડુએ સ્પષ્ટ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બ્લેક બોક્સને ડિકોડ કરવાથી વિમાન દુર્ઘટના પહેલા શું બન્યું હતું તેની ઉંડાણપૂર્વક જાણકારી મળશે.


Tags :