Mumbai

સુહાના ખેડૂત તરીકે કરેલા 13 કરોડના જમીન સોદા વિશે તપાસ

By GS TEAM
3 Sep 20251 min read
સુહાના  ખેડૂત તરીકે  કરેલા 13 કરોડના જમીન સોદા વિશે તપાસ

અલીબાગમાં  ખેતી હેતુ માટેની જમીન ખરીદી હતી

મહેસૂલ વિભાગે સ્થાનિક અધિકારી પાસે જમીન સોદા અંગે અહેવાલ માગ્યો

મુંબઇ -  શાહરુખની દીકરી સુહાના ખાને અલીબાગમાં ૧૨.૯૧ કરોડમાં ખરીદેલી જમીન અંગે તપાસ શરુ થઈ છે. આ જમીન સોદામાં સુહાનાને ખેડૂત દર્શાવાઈ છે. સુહાનાએ મેળવેલી જમીન સરકારે ખેતીના હેતુ માટે જ રિઝર્વ કરેલી છે. 

બે વર્ષ પહેલાં મે ૨૦૨૩માં સુહાનાએ  વારસાઈમાં જમીન મેળવનારી ત્રણ બહેનો પાસેથી આ જમીન ખરીદી હતી.  સેલ ડીડ એક કંપનીના નામે થયું હતું. આ કંપનીના ડાયરેક્ટરો તરીકે ગૌરી ખાનની માતા તથા ભાભીનાં નામ છે. 

અલીબાગના થાલ ગામે આવેલી આ જમીનના સોદામાં કાંઈ ખોટું થયું છે કે કેમ તે અંગે મહેસૂલી તંત્રે સ્થાનિક અધિકારીનો રિપોર્ટ માગ્યો છે. આ જમીન સોદા પહેલાં જરુરી પરવાનગીઓ નહિ મેળવાઈ હોવાનું કહેવાય છે. 

અલીબાગમાં શાહરુખ પરિવારે કરેલા જમીન સોદા અંગે આ બીજો મોટો વિવાદ છે. અગાઉ ૨૦૧૮માં પણ શાહરુખે ખેતીનો હેતુ દર્શાવીને ખરીદેલાં ફાર્મહાઉસનો બિનખેતી ઉપયોગ થઈ રહ્યો હોવાનું બહાર આવ્યા બાદ ઈન્કમટેક્સ વિભાગે આ ફાર્મહાઉસને કામચલાઉ સમય માટે ટાંચમાં લીધું  હતું.