Get The App

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મુંબઈ દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરી રેકેટનો પર્દાફાશ

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મુંબઈ દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરી રેકેટનો  પર્દાફાશ 1 - image

 સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી તેલની હેરાફેરીમાં સંડોવણી

  ડિજિટલ સર્વેલન્સ અને દરિયાઈ કામગીરીનો ઉપયોગ કરીને ત્રણ જહાજોની જપ્તી, વધુ તપાસ માટે  કસ્ટમ્સને સોંપાશે

મુંબઈ - ભારતીય કોસ્ટ ગાર્ડે  છઠ્ઠી ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ એક જટિલ દરિયાઈ-હવાઈ નેટવર્ક કેન્દ્રિત કામગીરી દ્વારા આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ જહાજોએ સંઘર્ષગ્રસ્ત દેશોમાંથી સસ્તા તેલ અને તેલ આધારિત કાર્ગોેની મોટી માત્રામાં દાણચોરી કરવાની અને આંતરરાષ્ટ્રીય પાણીમાં મોટર ટેન્કરોમાં મધ્ય સમુદ્ર ટ્રાન્સફર દ્વારા નફો મેળવવાની પદ્ધતિ વિકસાવી હતી.

આ સિન્ડિકેટમાં વિવિધ દેશોના હેન્ડલર્સનું નેટવર્ક હોય છે, જે દરિયાઈ જહાજો વચ્ચે વેચાણ અને ટ્રાન્સફરનું સંકલન કરે છે. ૦૫ ફેબુ્રઆરીના રોજ મુંબઈથી લગભગ ૧૦૦ નોટિકલ માઇલ પશ્ચિમમાં,આઈસીજી જહાજો દ્વારા ત્રણ જહાજોને અટકાવવામાં આવ્યા હતા અને સતત તપાસ, શંકાસ્પદ જહાજો પરના ઇલેક્ટ્રોનિક ડેટા અને ચકાસણી દસ્તાવેજોની પુષ્ટિ અને ક્રુની પૂછપરછ દ્વારા,આઈસીજી  નિષ્ણાત બોડગ ટીમે ઘટનાઓની સાંકળ અને ગુનેગારોની મોડસ-ઓપરેન્ડી સ્થાપિત કરી હતી.

આઈસીજી ટેક-ઇન્ક્લુઝિવ સિસ્ટમ્સે ભારતીય વિશિષ્ટ આથક ક્ષેત્રોમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચલાવતા એક મોટર ટેન્કરને શોધી કાઢયું હતું જેના કારણે જહાજની ગતિવિધિઓની ડિજિટલ તપાસ શરૃ થઈ હતી.આઈસીજીએ જહાજ પર આવતા અન્ય જહાજોનું ડેટા પેટર્ન વિશ્લેષણ પણ હાથ ધર્યું, અને બે અન્ય જહાજોને સંભવિત શંકાસ્પદ તરીકે ઓળખી કાઢયા, જેઓ સમુદ્રમાં તેલ આધારિત કાર્ગોના ગેરકાયદે  ટ્રાન્સફરમાં સામેલ હતા  અને ભારત સહિત દરિયાકાંઠાના રાજ્યોને ચૂકવવાની આવતી નોંધપાત્ર ડયુટી  ભરવાની ચૂકી ગયા હતા.

 આઈસીજીની નિષ્ણાત ટીમો જહાજો પર ચઢી અને ડિજિટલ પુરાવાઓની ચોકસાઈની પુષ્ટિ કરી, જેના કારણે જહાજોની જપ્તી કરવામાં આવી. વધુ તપાસ માટે જહાજોને મુંબઈ લઈ જવામાં આવે અને વધુ કાર્યવાહી માટે ભારતીય કસ્ટમ્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓને સોંપવામાં આવે તેવી શક્યતા છે. દરિયાકાંઠાના રાજ્યો દ્વારા કાયદા અમલીકરણ કાર્યવાહીથી બચવા માટે જહાજો વારંવાર ઓળખ બદલતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રારંભિક તપાસ મુજબ જહાજના માલિકો અન્ય દેશોમાં રહે છે.

ડિજિટલ સર્વેલન્સ દ્વારા શરૃ કરાયેલ અને ભારતીય કોસ્ટ ગાર્ડની સતત વિસ્તરતી દરિયાઈ હાજરી દ્વારા લાગુ કરાયેલ આ કામગીરી, ભારતને ફરી એકવાર દરિયાઈ સલામતી પ્રત્યે સતર્ક અને આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત વ્યવસ્થાના અમલકર્તા તરીકે સ્થાપિત કરે છે.