For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મુંબઇ શહેરમાં પણ લમ્પીનો વાયરો પાલિકાએ 2203 ગાયને રસી આપી

Updated: Sep 23rd, 2022

Article Content Image

મુંબઈ પાલિકાની હદમાં 3 હજારથી વધુ ગાય, 24 હજાર ભેંસ છે

ખારમાં 3 ગાયને લમ્પીની અસર : જંતુનાશક દવાનો છંટકાવ શરૃ

મુંબઇ : મહારાષ્ટ્રમાં ગાય સહિત અન્ય ઢોરમાં   લમ્પી  નામનો ચામડીનો ચેપી   રોગ  ફેલાયો છે.  આ ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઇ   મહાનગરપાલિકાએ શહેરમાંની તમામ ગાયને લમ્પીની સારવાર માટેની રસી આપવાનું શરૃ કર્યું  છે. 

મહાનગરપાલિકાનાં  સૂત્રોના કહેવા મુજબ ખાર વિસ્તારમાં  ત્રણ ગાયને   લમ્પી  રોગની અસર થઇ છે. આ ઘટનાને  ધ્યાનમાં રાખીને    અત્યારસુધીમાં શહેરમાં ૨,૨૦૩  ગાયને   લમ્પીની સારવાર   માટેની  રસી  આપવામાં આવી છે.  બાકીની   ગાયને આવતા સપ્તાહે  રસી આપવામાં આવશે. 

મહારાષ્ટ્ર  સરકારનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે લમ્પીનો ચેપી રોગ રક્ત ચૂસીને જીવતાં  જંતુઓને કારણે  ફેલાય છે. ચેપ લાગવાથી ગાય અને ભેંસને તાવ આવે અને   શરીર ઉપર લાલ રંગનાં ચકામાં ઉપસી આવે. સમયસર અને જરૃરી સારવાર ન મળે તો ગાય કે ભેંસનું મૃત્યુ પણ થઇ શકે છે. 

લમ્પી રોગનો ચેપ મોટાભાગે  ગાય, ભેંસ, બળદ વગેરે જેવાં ઢોરમાં ફેલાય છે.  મુંબઇમાંનાં ગાય સહિત અન્ય  ઢોરને લમ્પીનો ચેપ ન લાગે તેની કાળજી રાખીને પશુ ચિકિત્સા વિભાગને નિઃશુલ્ક  રસી આપવાની કામગીરી શરૃ કરવા સૂચના આપવામાં  આવી  છે.  લમ્પીનો ચેપી રોગની અસર  ભેંસની સરખામણીએ ગાયને વધુ થાય  છે.

મહાનગરપાલિકાનાં  આરોગ્ય  ખાતાનાં  સૂત્રોએ   એવી માહિતી આપી હતી કે ૨૦૧૯ની  પશુ ગણતરી  મુજબ  હાલ શહેરમાં  કુલ ૩,૨૨૬    ગાય અને ૨૪,૩૮૮ ભેંસ છે.  ખારમાં ત્રણ    ગાયને  લમ્પીનો   ચેપ    લાગ્યો   હોવાની   જાણકારી   મળ્યા બાદ    બે   ગાયને  ગોરેગાંવ (પૂર્વ)ની    વેટરીનરી     હોસ્પિટલમાં  અલગ સ્થળે   રાખવામાં આવી   છે. 

મહાનગરપાલિકના   પશુ    ચિકિત્સકોની ટીમ શહેરમાંના ગાય અને ભેંસના   તબેલામાં  જઇને   તેના   રખેવાળોને લમ્પી રોગના ચેપ વિશે જાણકારી આપશે. સાથોસાથ ગાય અને ભેંસની આ ચેપથી  કઇ રીતે બચાવવાં તેનું માર્ગદર્શન પણ આપશે. સાથોસાથ તબેલામાં જંતુનાશક દવા છાંટવાની અને સાફ સફાઇની કામગીરી પણ શરૃ કરવામાં આવી છે.  


Gujarat