Get The App

ડોમ્બિવલીમાં મહિલા ગાર્ડને પાર્ટીમાં બોલાવી 3 રિક્ષાચાલકો દ્વારા બળાત્કાર

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
ડોમ્બિવલીમાં મહિલા ગાર્ડને  પાર્ટીમાં  બોલાવી 3 રિક્ષાચાલકો દ્વારા બળાત્કાર 1 - image

રિક્ષામા આવતાં જતાં  આરોપી ચાલક સાથે પરિચય બાદ ફ્રેન્ડશીપ થઈ હતી

રિક્ષાચાલક પરિચિત હોવાથી તેના પર ભરોસો રાખી યુવતી ફલેટમાં પાર્ટી  માટે ગઈ હતીઃ બળાત્કાર બાદ ચુંગાલમાંથી છટકી પોલીસને જાણ કરી

મુંબઈ -  ડોમ્બિવલીમાં  બાવીસ વર્ષની એક યુવતીને એક ફ્લેટમાં  પાર્ટી માટે આમંત્રણ આપી ત્રણ રિક્ષા ડ્રાઈવરોએ વારાફરતી સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. કર્યો.પોલીસે આરોપી ત્રિપુટીની ધરપકડ કરી છે.કોર્ટમાં ત્રણ આરોપીઓને રજૂ કર્યા બાદ  તેમને ચાર એપ્રિલ સુધી રિમાન્ડ અપાયા છે. 

   તિલક નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજયકુમાર કદમે જણાવ્યું હતું કે, આ ઘટના ૨૭ માર્ચની રાત્રે બની હતી અને બીજા દિવસે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

    પીડિત યુવતી આરોપીને ઓળખતી હતી. તેને ખંભાળપાડાના એક ફ્લેટમાં પાર્ટી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું  દરમિયાન તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. યુવતીએ  પોલીસનો સંપર્ક કર્યા પછી ખાસ ટીમો બનાવવામાં આવી હતી.છેવટે આરોપી રિક્ષા ચાલકો ચેતન ચૌહાણ (૨૦), હેમંત ચૌહાણ (૨૨) અને ઉમેશ વર્મા (૩૦) ધરપકડ કરવામાં આવી હતી, એમ  તેમણે કહ્યું હતું. 

   કદમે જણાવ્યું હતું કે આ ત્રણ આરોપી પર ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગેંગરેપ અને અન્ય ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.

    એક આરોપી આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો માટે લાઇસન્સ મેળવવા માટે મધ્યસ્થી તરીકે કામ કરતો હોવાનું કહેવાય છે. 

     આ યુવતી ડોમ્બિવલીમાં એક ખાનગી સુરક્ષા એજન્સીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે.   રિક્ષામાં પ્રવાસ દરમિયાન તેનો ડોમ્બિવલીના કેટલાક રિક્ષા ચાલકો સાથે પરિચય થયો હતો. આ ઓળખાણ  મિત્રતામાં ફેરવાઈ ગઈ હતી.પીડિત યુવતી તેના કાર્યસ્થળે જતી વખતે આ રિક્ષા ચાલકો સાથે સંપર્ક અને વાતચીત કરતી હતી.તે  મૂળ સોલાપુરની રહેવાસી છે.

     યુવતી સાથે ગાઢ મિત્રતા થયા પછી રિક્ષાચાલકે પાર્ટીનું આયોજન કર્યું હતું.રિક્ષાચાલકો પરિચિત હોવાથી યુવતી તેમના પર વિશ્વાસ રાખી પાર્ટીમાં જોડાવા માટે સંમત થઈ હતી.

      ડોમ્બિવલી નજીક ખંભાલપાડામાં તેને એક રિક્ષાચાલકના ફ્લેટમાં લઈ ગયા હતા.  ફ્લેટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે ત્રણ રિક્ષાચાલકોએ યુવતી પર ગેંગરેપ કર્યો હતો.આ ઘટનાથી પીડિતા વ્યથિત થઈ ગઈ હતી. 

    તેણે આરોપીઓનો  પ્રતિકાર કર્યો અને  ચુંગાલમાંથી છટકી ગયા બાદ તિલકનગર પોલીસને ઘટનાની જાણ કરી હતી.