Get The App

હોસ્પિલમાંથી ઓડિયો ક્લિપમાં ગોવિંદાએ કહ્યું, હું સ્વસ્થ છું

Updated: Oct 2nd, 2024

GS TEAM

Google News
Google News


હોસ્પિલમાંથી ઓડિયો ક્લિપમાં ગોવિંદાએ કહ્યું, હું સ્વસ્થ છું 1 - image

મુંબઇ :  ગોવિંદાએ પોતે એક ઓડિયો ક્લિપ શેર કરીને પોતાની તબીયત અને ઘટના વિશે માહિતી આપી હતી. પગમાં લાગેલી ગોળી કાઢી લેવામાં આવી છે. હાલ તેની તબીયત સારી છે. 

અભિનેતા ગોવિંદાએ ઓડિયો ક્લિપમાં જણાવ્યું હતું કે હેલો, હું ગોવિંદા છું. મને એક ગોળી વાગી હતી. તમારા બધાના, મારા માતા પિતાની કૃપાથી ગોળી કાઢવામાં આવી છે. તમામ ડોક્ટર તેમજ આદરણીય ડોક્ટર અગ્રવાલનો ધન્યવાદ તમારા બધાની પ્રાર્થના માટે ધન્યવાદ.

ગોવિંદાની પુત્રી ટીના આહુજાએ માહિતી આપી હતી કે મારા પિતાની તબીયત હવે પહેલા કરતા સારી છે. તેમના પર કરવામાં આવેલી સર્જરી સફળ રહી છે. તેમને ૨૪ કલાક આઈસીયુમાં રાખવામાં આવશે. ડોક્ટરની ટીમ તેમના પર નજર રાખી રહી છે. આથી ગભરાવવાની કોઇ જરૃર નથી.


Tags :