Get The App

આઈએસઆઈ મોડયુલમાં ઝડપાયેલા હુફૈઝા હાશમીને ટ્રાન્ઝિટ રિમાન્ડ

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
આઈએસઆઈ મોડયુલમાં ઝડપાયેલા હુફૈઝા હાશમીને ટ્રાન્ઝિટ રિમાન્ડ 1 - image

પાકિસ્તાનના  ઓપરેટિવ યાવર ખાનના સંપર્કમાં હતો

કરાંચીથી કામ કરતા અને મુંબઈ અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા મુન્ના ઝીંગાડા સાથે પણ સંબંધોનો પર્દાફાશ

મુંબઈદિલ્હી  પોલીસ સ્પેશિયલ સેલ અને મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં હુઝૈફા ફારૃક અહેમદ હાશમી તરીકે ઓળખાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસકર્તાઓનો દાવો છે કે તે અંડરવર્લ્ડ અને પાકિસ્તાન સ્થિત ઓપરેટિવ્સ બંને સાથે જોડાયેલા વ્યક્તિઓના સંપર્કમાં હતો.

બુધવારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એસ.એન. કન્નુુરકરે ટ્રાન્ઝિટ રિમાન્ડ અરજી મંજૂર કરી અને તપાસ એજન્સીઓને હાશમીને નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આગળની કાનૂની કાર્યવાહી માટે રજૂ કરવાનો નિર્દેશ આપ્યો  હતો.

સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષે પ્રારંભિક પુરાવા રજૂ કર્યા હતા જેમાં કથિત ચેટના સ્ક્રીનશોટ અને બેંકિંગ વ્યવહારોના રેકોર્ડનો સમાવેશ થાય છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, સામગ્રી સૂચવે છે કે હાશમી પાકિસ્તાન સ્થિત ઓપરેટિવ યાવર ખાનના સંપર્કમાં હતો, જે ભારતીય સુરક્ષા એજન્સીઓની તપાસ હેઠળ છે.અધિકારીઓએ દલીલ કરી હતી કે અત્યાર સુધી એકત્ર થયેલા પુરાવાઓ અનુસાર ચાલુ તપાસના ભાગ રૃપે વધુ પૂછપરછ માટે તેમને દિલ્હી ટ્રાન્સફર કરવાની જરૃર છે.

તપાસ એજન્સીઓએ આરોપ લગાવ્યો છે કે હાશમીએ મુંબઈના અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલા અને હાલ કરાંથી કામ કરતા મુન્ના ઝીંગાડા સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા હતા.

અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું આ કથિત સંપર્કો સંગઠિત ગુના સિન્ડિકેટ અને ભારતની બહારથી કાર્યરત વ્યક્તિઓ સાથે સંકળાયેલા મોટા નેટવર્કનો ભાગ હતા. શંકાસ્પદ લીક્સનું સ્વરુપ અને હદ સ્થાપિત કરવા માટે તપાસકર્તાઓ નાણાકીય વ્યવહારો અને સંદેશાવ્યવહાર રેકોર્ડનું પણ વિશ્લેષણ કરી રહ્યા છે.

મુંબઈના અંડરવર્લ્ડ અને પાકિસ્તાનની ઇન્ટર-સવસિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના તત્વો વચ્ચે કથિત સાંઠગાંઠની ચાલી રહેલી તપાસ વચ્ચે આ ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ તાજેતરના અઠવાડિયામાં ગુનાહિત નેટવર્ક અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણીના શંકાસ્પદ વ્યક્તિઓ વચ્ચેના સંભવિત સંબંધોને ઉજાગર કરવા માટે તેમના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે.

તપાસના ભાગ રૃપે, તાજેતરમાં મુંબઈ અને નજીકના વિસ્તારોમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસકર્તાઓ આ કામગીરી દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, નાણાકીય રેકોર્ડ અને સંદેશાવ્યવહાર ડેટાની તપાસ કરી રહ્યા છે.