Get The App

જોકે, ગુરુવારે અન્ય કેસમાં ખરાતને કોર્ટ સમક્ષ રજૂ કરાશે

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
જોકે, ગુરુવારે અન્ય કેસમાં ખરાતને કોર્ટ સમક્ષ રજૂ કરાશે 1 - image

પૂછપરછનો પહેલો તબક્કો પૂર્ણ પોલીસ રિમાન્ડ પૂરા થતાં અશોક ખરાત અદાલતી કસ્ટડીમાં

મુંબઈ -  નાશિકમાં ઢોંગીબાબા અશોક ખરાતને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી સંભળાવાઈ છે. પોલીસ કસ્ટડી પૂરી થતાં ખરાતને આજે નાશિક જિલ્લા કોર્ટમાં હાજર કરવામાં અવાતાં કોર્ટે કસ્ટડીનો આદેશ આપ્યો હતો.

હાલ એસઆઈટી દ્વારા ખરાતની તપાસ ચાલુ છે જેમાં આંચકાદાયક માહિતી સામે આવી છે. ખરાત સામે ફરિયાદો સામે આવી રહી છે અને કારનામા બહાર આવી રહ્યા હોવાથી કસ્ટડી લંબાવવાની માગણી એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી.  ૩૫ વર્ષીય મહિલાએ ત્રણ વર્ષ સુધી વારંવાર બળાત્કારનો આરોપ લગાવ્યા બાદ ૧૮ માર્ચે ખરાતની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ, તેની સામે બળાત્કારની અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. ગુરુવારે બીજા કેસમાં ખરાટને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

નાશિકના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં ખરાટ વિરુદ્ધ ઓછામાં ઓછી ૧૦ એફઆઈઆર નોંધાઈ છે, જેમાં આઠ કથિત જાતીય હુમલો અથવા શોષણ માટે અને બે છેતરપિંડી માટે છે, જ્યારે એસઆઈટીને  ફોન પર ૧૦૦થી વધુ ફરિયાદો મળી છે