Get The App

અતિ ઝેરી ઝીંક ફોસ્ફાઇટ શરીરની કુદરતી ગતિવિધિને ખોરવી નાખે ઃ તબીબી નિષ્ણાતો

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
અતિ ઝેરી ઝીંક ફોસ્ફાઇટ શરીરની કુદરતી ગતિવિધિને  ખોરવી  નાખે ઃ તબીબી નિષ્ણાતો 1 - image

ઉંદર મારવાની દવાથી  દોકાડિયા પરિવારનાં ચાર સભ્યોનાં મૃત્યુ

દરદીને ઉલટી થાય, પેટમાં અસહ્ય પીડા થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય,   બ્લડ પ્રેશર ઓછું થઇ જાયઃ  લીવર, કીડની  ફેફસાં  જેવા અનેક અંગોની કુદરતી પ્રક્રિયા ખોરવાઇ જાય                                                                        

 મુંબઇ - દક્ષિણ મુંબઇના પાયધુની વિસ્તારમાં ગયા મહિને દોકાડિયા પરિવારનાં ચાર સભ્યોનાં રહસ્યમય મૃત્યુ ઉંદર મારવાની દવા એટલે કે ઝીંક ફોસ્ફાઇટને કારણે થયાં હોવાનું તબીબી તપાસમાં જાણવા મળ્યું છે.અત્યારસુધી  આ ઘટનામાં દોકાડિયા પરિવારનાં અબ્દુલા દોકાડિયાતેની પત્ની નસરીન, પુત્રીઓ આયેશા અને  ઝૈનબનાં મૃત્યુ તડબૂચ ખાવાથી થયું હોવાના અહેવાલ હતા.

ફોરેન્સિક પરીક્ષણ દરમિયાન સ્પષ્ટ થયું છે કે  દોકાડિયા પરિવારનાં ચારેય સભ્યોનાં મૃત્યુ ઉંદર મારવાની દવા  ઝીંક ફોસ્ફાઇટને કારણે  થયાં હતાં.

  નિષ્ણાત તબીબોના કહેવા મુજબ ઉંદર મારવાની દવા ઝીંક ફોસ્ફાઇડ અતિ ઝેરી હોય છે. ઝીંક ફોસ્ફાઇડ માર્કેટમાં મળે છે. ઝીંક ફોસ્ફાઇટ એક વખત વ્યક્તિના શરીરમાં જાય એટલે તરત જ પેટમાંના એસિડ સાથે પ્રક્રિયા કરે છે. સાથોસાથ ફોસ્ફાઇન  નામનો ગેસ વહે છે. ફોસ્ફાઇન ગેસ અતિશય ઝેરી હોય છે. પરિણામે વ્યક્તિની હૃદયની અને શ્વાસોચ્છવાસની કુદરતી ગતિવિધિને વિપરીત અસર થાય છે.

દરદીને ઉલટી થાય,   પેટમાં અસહ્ય પીડા થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, બ્લડ પ્રેશર ઓછું થઇ જાય.    સાથોસાથ, લીવર,કીડની  ફેફસાં  એમ  એક કરતાં વધુ અંગોની કુદરતી પ્રક્રિયા ખોરવાઇ જાય વગેરે જેવાં ગંભીર લક્ષણો જોવા મળે.  લોહીના નિયમિત પરિભ્રમણની પ્રક્રિયા ખોરવાઇ જાય.  ઉપરાંત, દરદીને હાર્ટ એટેક પણ આવે. આવી ગંભીર પરિસ્થિતિમાં ડોક્ટરો  દરદીેને શક્ય બધી રીતે બચાવવાનો પ્રયાસ કરે છે. આમ છતાં દરદીનું  મૃત્યુ થવાનું જોખમ રહે છે.     

   આવા જ કેટલાક કિસ્સામાં દરદીના મગજમાં સોજો આવ જવાનું જોખમ પણ સર્જાય છે.મગજને ઓક્સિજન મળવાની કુદરતી પ્રકિયામાં પણ અવરોધ સર્જાય છે. પરિણામે દરદીને  કોમાની  ગંભીર અસર થઇ શકે છે.