28 જૂન સુધીમાં સતત પાંચ દિવસ મોટી ભરતીની ચેતાવણી

આગામીચાર મહિનામાં ૧૯ મોટી ભરતી
સાડા ચાર મીટરથી વધુ ઉંચાઈના મોજા ઉછળશે
મુંબઈ - ગઈકાલથી ૨૮ જૂન ૨૦૨૫ સુધી સળંગ પાંચ દિવસ દરિયામાં મોટી ભરતી આવવાની છે આ વર્ષે જૂન થી સપ્ટેમ્બરના ચાર મહિના દરમિયાન કુલ ૧૯ વાર મોટી ભરતી આવવાની છે તેવું મુંબઈ મહાનગર પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર મોટી ભરતીનો અર્થ દરિયામાં સાડા ચાર મીટરથી વધુ ઉંચાઈના મોજી ઉછળશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ ભરતીની તારીખ અને સમય સહિત દરિયામાં ઉછળનારા મોજાઓની ઉંચાઈની પણ વિગતવાર માહિતી આપવામાં આવી છે. તે મુજબ આ વર્ષે સૌથી વધુ ઉંચાઈના મોજા ૨૬ જુન, ૨૦૨૫ના રોજ ઉછળશે.
આ બાબતે પાલિકાએ અગત્યની સૂચના કરી છે જેમાં મોટી ભરતીના તમામ દિવસોમાં નાગરિકોને દરિયા કિનારાથી દૂર રહેવું. તેમજ પાલિકા દ્વારા વખતો-વખત આપવામાં આવનાર સૂચનાઓનું પાલન કરવાનું આવ્હાન કરવામાં આવ્યું છે.
પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તરફથી આપવામાં આવેલ મોટી ભરતી બાબતની તારીખમાં જુલાઈની ૨૪,૨૫,૨૬,૨૭ ઓગસ્ટની ૧૦,૧૧,૧૨,૨૩,૨૪ અને સપ્ટેમ્બરની ૮,૯,૧૦,૧૧નો સમવાવેશ છે.








