Get The App

વિજય માલ્યાને હાઈકોર્ટની ટકોરઃ પહેલાં ભારત આવો પછી અરજી હાથ ધરાશે

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
વિજય માલ્યાને હાઈકોર્ટની ટકોરઃ પહેલાં ભારત આવો પછી અરજી હાથ ધરાશે 1 - image

ભાગેડુ ગુનેગાર કાયદા હેઠળની કાર્યવાહીને પડકારતી અરજી

અમારા સવાલોનો સમાધાનકારક જવાબ ન મળે ત્યાં કોઈ કાયદેસર પ્રક્રિયઆ અટકાવાશે નહિ- કોર્ટ

 મુંબઈ -  ભાગેડુ  આર્થિક ગુનેગાર અને વ્યાવસાયિક વિજય માલ્યાએ ભાગેડુ ગુનેગાર કાયદાની યોગ્યતા સામે હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો છે. અરજીની સુનાવણી લેવા પૂર્વે હાઈકોર્ટે ગુરુવારે પ્રશ્ન કર્યો હતો અને માલ્યાને ભારત ક્યારે આવશે એ નિશ્ચિત થયા બાદ તેમની અરજી પર સુનાવણી થશે, એમ સ્પષ્ટ જણાવ્યું હતું. 

માલ્યા હાલલંડનમાં છે અને તેના વકીલ દ્વારા રજૂઆત કરાઈ હતી. માલ્યાને કહો કે તમે ભારત આવે પછી અરજી પર સુનાવણી કરશું, એમ મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું. અમારા સવાલોને સમાધાનકારક જવાબ મળશે નહીં ત્યાં સુધી કોઈ કાયદેસર પ્રક્રિયાને સ્થગિતી અપાશે નહીં એમ કોર્ટે જણાવ્યું હતું.

માલ્યાને ભાગેડુ જાહેર કરાતાં તેની માલમતા પણ જપ્ત કરાઈ છે. કાર્યવાહી સામે પડકાર ફેંક્યો છે.

માલ્યા સામે બેન્ક સાથે ૬,૨૦૦ કરોડથી વધુની છેતરપિંડી કર્યાનો આરોપ છે અને ૧૫ હજાર કરોડની ચૂકવણી બાકી હોવાનો આરોપ છે. આથી ૨૦૧૮માં તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. 

માલ્યાએ દાવો કર્યો હતો કે માલમત્તા જપ્ત કરીને પોતાના અધિકારનો ભંગ કર્યો છે. માલ્યાને હાજર રહેવાની અનેસ તક અપાઈ હતી પણ સો કરોડથી વધુ રકમના ગુનામાં માલમતા જપ્ત કરવાની જોગવાઈ છે. 

આરોપી ભારત આવે અને મૂળ ગુનામાં નિર્દોષ છૂટે તો જ માલમતા ફરી સોંપવાનું શક્ય છે, એમ ઈડીના વકિલે કોર્ટને જણાવીને માલ્યાની દલીલ ફગાવી હતી.