Get The App

હાઈકોર્ટે ગેરકાયદેસર બેનરો અંગે થયેલા કેસ-દંડની વિગતો માગી

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
હાઈકોર્ટે ગેરકાયદેસર બેનરો અંગે થયેલા  કેસ-દંડની વિગતો માગી 1 - image

વિગતવનાર ડેટા આપવા તમામ મહાપાલિકાને આદેશ

મુંબઈ -  લાતુર  પેટર્નના અમલની માગણીઃ થાણે પાલિકાએ સોગંદનામું રજૂ  કરતાં ફટકાર લગાવી આખરી મહેતલ આપી

બોમ્બે હાઈકોર્ટે સોમવારે રાજ્યના તમામ નગરપાલિકાઓ પાસેથી જાહેર રસ્તાઓ પર લગાવવામાં આવેલા ગેરકાયદે હોડગ્સ, બેનરો અને પોસ્ટરો સામે નોંધાયેલી એફઆઈઆરની સંખ્યા અને વસૂલવામાં આવેલા દંડનો ડેટા માંગ્યો છે.

ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને સંદેશ પાટીલની બેન્ચે જણાવ્યું હતું કે તેઓ જાણવા માંગે છે કે દંડની રકમ વસૂલવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લા પરિષદોએ શું પગલાં લીધાં છે.

કોર્ટ જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પર લગાવવામાં આવેલા ગેરકાયદે હોડગ્સ, બેનરો અને પોસ્ટરો સામે અનેક અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેનો દાવો કરવામાં આવ્યો હતો કે તે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે.

હાઈકોર્ટ છેલ્લા ઘણા વર્ષોેથી ગેરકાયદે બેનરો અને હોડગ્સ સામે કડક કાર્યવાહી કરવા માટે હાકલ કરી રહ્યું છે અને તમામ રાજકીય પક્ષોને એક બાંયધરીપત્ર દાખલ કરવાનો આદેશ પણ આપ્યો હતો જેમાં ખાતરી આપવામાં આવી હતી કે તેમનો કોઈપણ કાર્યકર્તા તેને લગાવશે નહીં. તે સમયે ભાજપ, કોંગ્રેસ, શિવસેના, એનસીપી અને મનસેએ બાંયધરીપત્ર રજૂ કર્યું હતું.

સોમવારે બેન્ચે કહ્યું કે ગેરકાયદે હોડગ, પોસ્ટર અથવા બેનર માટે દંડની રકમ રાજકીય પક્ષ દ્વારા અધિકૃત વ્યક્તિ પાસેથી વસૂલ કરવી જોઈએ.કોર્ટે પૂછયું કે શું દરેક નગરસપાલિકા પાસે આ મુદ્દાને સંભાળવા માટે અલગ વિભાગ હોવો જોઈએ? શું આપણને કયા કાર્પોેરેશને કેટલી એફઆઈઆર નોંધી છે, કઈ કાર્યવાહી કરવામાં આવી છે અને દંડની રકમ કેટલી વસૂલ કરવામાં આવી છે તેનો ડેટા મળી શકે છે? દંડ વસૂલવા માટે કોર્પોરેશનોએ શું પગલાં લીધાં છે? તેના માટે શું કાર્ય યોજના છે? એમ કોર્ટે કહ્યું હતું.

કોર્ટે લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર હોડગ્સ અને બેનરો સામે લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી અને કહ્યું કે આને અન્યત્ર પણ સામેલ કરવું જોઈએ.

ગેરકાયદે  હોડગ્સ સામે લેવામાં આવેલી કાર્યવાહી, નાંધાયેલી એફઆઈઆર અને સંબંધિત વ્યક્તિઓ સામે લેવામાં આવેલી કાર્યવાહી અંગે સોગંદનામું દાખલ ન કરવા બદલ બેન્ચે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. 

ટીએમસીને સોગંદનામું દાખલ કરવાની છેલ્લી તક આપતાં કોર્ટે કહ્યું કે જો આગામી અઠવાડિયા સુધીમાં આવું નહીં થાય તો કોર્પોરેશનના કમિશનરને બોલાવવાની ફરજ પડશે. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી ૨૬ નવેમ્બર પર મુલતવી રાખી છે.

લાતુર પેટર્ન શું છે?

લાતુર મહાપાલિકાએ આ મુદ્દાને ઉકેલવા માટે એક સરસ સિસ્ટમ મૂકી છે. આને અન્ય નાગરિક સંસ્થાઓ દ્વારા પણ સામેલ કરી શકાય છે,એમ તેમાં જણાવાયું છે.

કોર્ટે નોંધ્યું હતું કે લાતુર મ્યુનિસિપલ કાર્પોરેશને ગેરકાયદેસર હોડગ્સ સામે સમયસર કાર્યવાહી કરવા માટે નાગરિક અને પોલીસ અધિકારીઓ સાથે જાહેર ઉત્સાહી નાગરિકોનું એક વોટ્સએપ ગુ્રપ બનાવ્યું છે.

ત્યાંની મહાપાલિકાએ પ્રદેશના પ્રિન્ટરો સાથે નિયમિત બેઠકો પણ યોજી હતી અને હોડગ્સ પર ક્યુઆર કોડ ફરજિયાત બનાવ્યા હતા જેથી સ્પષ્ટ થાય કે જરૃરી પરવાનગી મેળવ્યા પછી હોડગ લગાવવામાં આવ્યું છે કે નહીં.