ઓસીઆઈ ક્રિકેટરોને ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવા દેવાની મંજૂૂરી હાઈકોર્ટે નકારી

બીસીસીઆ દ્વારા મૂકાયે પ્રતિબંધને ક હાઈકોર્ટમાં પડકાર
કોર્ટે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ મનસ્વીપણાનો કેસ બનતો નથી, સ્થાનિક ક્રિકેટરો પર અસર પણ વિચારવી પડેઃ બીસીસીઆઈ સમક્ષ રજૂઆતનું સૂચન
મુંબઈ - ભારતમાં સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમા ઓસીઆઈ કાર્ડધારકોને રમવાની મંજૂરી આપવાથી ભારતીય નાગરિકોને નુકસાન થશે તેવું અવલોકન કરતાં બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) ના એક જૂથને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. આ ક્રિકેટરોએ તેમને આવી ટુર્નામેન્ટમાં ભાગ લેતાં રોકતા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (બીસીસીઆઈ)ના ઠરાવને પડકાર્યો હતો . ન્યાયાધીશ એમએસ સોનાક અને ન્યાયાધીશ અદ્વૈત એમ સેઠનાની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું કે આ સ્પષ્ટપણ મનસ્વી નિર્ણયનો કેસ બનતો નથી. વચગાળાના ફરજિયાત મનાઈ હુકમ માટેની જરુરિયાતો સંતોષાતી નથી. ફક્ત અરજદારોના દ્રષ્ટિકોણને ધ્યાનમાં લઈ શકાય નહીં ,એમ બેન્ચે નોંધ્યું હતું.
બીસીસીઆઈએ ૧૮ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ એક ઠરાવ પસાર કરી ફક્ત ભારતીય પાસપોર્ટ ધરાવતા ક્રિકેટરો જ જેમાં સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેત તેવું ફરજિયાત બનાવ્યું હતું. અરજદારોએ આ ફેરફારને પડકાર્યો હતો, અને દલીલ કરી હતી કે તેનાથી તેમની ક્રિકેટ કારકિર્દી અન્યાયી રીતે વિક્ષેપિત થઈ છે.અરજદારોએ આ નિર્ણયને મનસ્વી ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં ઓસીઆઈ નાગરિકોને ક્રિકેટ સ્પર્ધાઓમાં ભાગ લેવા દેવામાં આવતા હતા. તેમણે એવી પણ દલીલ કરી હતી કે યુવા ખેલાડીઓને સ્થાનિક ક્રિકેટમાં ભાગ લેવાની તક ન આપવાથી બંધારણની કલમ ૧૪ અને ૨૧ હેઠળ તેમના અધિકારોનું ઉલ્લંઘન થાય છે.
આ અરજીનો વિરોધ કરતા,બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટના હિતમાં લેવાયેલા નીતિગત નિર્ણય તરીકે ઠરાવનો બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કેરાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે ફક્ત ભારતીય નાગરિકો જ લાયક હોવાથી, રાષ્ટ્રીય પસંદગી માટે ફીડર તરીકે ઉપયોગમાં લેવાતા સ્થાનિક ક્રિકેટમાં સામેલગીરી તાકક રીતે ભારતીય નાગરિકો સુધી મર્યાદિત હોવી જોઈએ
કોર્ટે વચગાળાની રાહત ફગાવતાં કહ્યુું હતું કે અરજદારોને સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવાથી, અમુક અંશે, ભારતીય નાગરિકોના ભોગે થશે, જેમને પછી પ્રમાણસર ટીમમાં સ્થાન મળશે નહીં .
જોકે, કોર્ટે અરજદારોને સંભવિત રાહત માટે બીસીસીઆઈ સમક્ષ રજૂઆત કરવાની મંજૂરી આપી અને ક્રિકેટ સંસ્થાને આ મામલાનો ઝડપી નિર્ણય લેવા વિનંતી કરી હતી. બીસીસીઆઈએ આવા પ્રતિનિધિત્વ અંગે ઝડપી નિર્ણય લેવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે આખરે, તેઓ યુવા ક્રિકેટરોની આશાઓ અને આકાંક્ષાઓ સાથે વ્યવહાર કરી રહ્યા છે. વધુ સુનાવણી તા. ૧૭મી ઓક્ટોબરે યોજાશે.








