Get The App

કેતન પારેખને વિદેશ પ્રવાસ માટે 27 કરોડ જમા કરવાની શરત હાઈકોર્ટે રદ કરી

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
કેતન પારેખને   વિદેશ પ્રવાસ માટે 27 કરોડ જમા કરવાની શરત હાઈકોર્ટે રદ કરી 1 - image


સિક્યોરિટીઝ કૌભાંડમાં વિશેષ સેબી કોર્ટનો આદેશ રદબાતલ

5 લાખની રકમ જમા કરવાનો નિર્દેશ આપીને અન્ય શરતો યથાવત રાખીઃ કેસમાં હાજરીની ખાતરી કરવા આવી શરત ગેરવાજબી હોવાની નોંધ

મુંબઈ -   બે દાયકા કરતાં વધુ સમય પહેલા થયેલા સિક્યોરિટીઝ કૌભાંડના મુખ્ય આરોપી ભૂતપૂર્વ સ્ટોક બ્રોકર કેતન પારેખને લાંબો સમય માટે વિદેશ પ્રવાસની પરવાનગી આપતી વખતે  સેબી કોર્ટે  રૃ.૨૭.૦૬ કરોડની રકમ જમા કરવાની લાદેલી શરતને હાઈકોર્ટે રદ કરીને માત્ર રૃ. પાંચ લાખની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરવાનો નિર્દેશ આપ્યો છે. પારેખને થાઈલેન્ડ અને અખાતના દેશોમાં કુલ ૧૪ દિવસ માટે પ્રવાસ કરવાની પરવાનગી અપાઈ છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે અગાઉની શરતોમાં વાજબીપણું લાગતું નથી અનેવ સુનાવણી માટે તેને હાજર રાખવાના ઈરાદાને અનુરૃપ નહોતી.

કોર્ટે નોંધ કરી હતી કે વિશેષ જજેએક દાયકા પૂર્વે હાથ ધરાયેલી કાર્યવાહી સંબંધે વિદેશ પ્રવાસ માટે પૂર્વ શરત માટે રકમ જમા કરવાની શરત રાખી શકાય નહીં.  વિશેષ કોર્ટે લાદેલી બાકીની શરતોને યથાવત રાખવામાં આવી છે. 

પ્રવાસનો અધિકાર જીવવાના અધિકાર અને અગંત સ્વતંત્રતાનો ભાગ છે.આથી ગેરવાજબી અને જોહુકમી નિયંત્રણો લાદેની અટકાવી શકાય નહીં. અદાલત શરતો લાદી શકે છે પરંતુ એવી શરતો નહીં જેનાથી પ્રવાસનો અધિકાર છીનવાઈ જાય, એમ હાઈકોર્ટે નોંધ કી હતી.

અગાઉ  વિશેષ જજ રવિ  જાધવે અન્ય શરતોમાં જણાવ્યું હતું કે આરોપીએ કોર્ટને પ્રવાસનું સંપૂર્ણ સમયપત્રક આપવું પડશે  અને અપાયેલી આઝાદીનો દુરુુપયોગ કરવાનો રહેશે નહીં. વિદેશથી આવીને તરત જ કોર્ટમાં હાજરી અપાવી પડશે.

કોર્ટે જણાવ્યું હતું કે આરોપી કેતન પારેખને પરિવાર સાથે પાંચ નવેમ્બરથી નવ નવેમ્બર સુધી થાઈલેન્ડ ફરવા જવાની પરવાનગી આપવામાં આવે છે અને ત્યાર બાદ ૧૮થી ૨૮ નવેમ્બર સુધી યુએઈમાં પારિવારિક લગ્નમાં હાજરી આપવાની પરવાનગી આપવામાં આવે છે. આ માટે તેમણે સેબીને રૃ. ૨૭.૦૬ કરોડની રકમ જમા કરવાની રહેશે.

પારેખ ૨૦૦૦-૨૦૦૧ ના કૌભાંડમાં તેમની કથિત ભૂમિકા બદલ ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા છે, જેના પરિણામે તેમને ૧૪ વર્ષ માટે શેરબજારમાંથી દૂર કરવામાં આવ્યા હતા. 

બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ દાવો કર્યો છે કે પારેખે અન્ય આરોપીઓની મદદથી અને સક્રિય સહયોગથી આ ગુનો કર્યોે હતો, જેના પરિણામે લુપિન લેબોરેટરીઝના શેર માટે કૃત્રિમ બજાર ઊભું થયું અને શેરના ભાવમાં મોટા પાયે હેરાફેરી થઈ હતી.


Tags :